Home Bibles ☰ Books નિર્ગમન 24:18 · ગુજરાતી બાઇબલ
નિર્ગમન 24:18 · ગુજરાતી બાઇબલ

અને મૂસા વાદળમાં પ્રવેશ કરીને પર્વત પર ચઢયો; અને તે ત્યાં 40 દિવસ અને 40 રાત રહ્યો.

Cross references

નિર્ગમન 9:29

મૂસાએ ફારુનને કહ્યું, “જ્યારે હું નગર છોડીશ ત્યારે હું પ્રાર્થના માંટે યહોવાની આગળ માંરા હાથ લંબાવીશ. એટલે વીજળીના કડાકા બંધ થઈ જશે. અને કરા પણ નહિ પડે. આ પરથી તને ખબર પડશે કે આખા જગતનો માંલિક યહોવા છે.

નિર્ગમન 9:33

મૂસા ફારુનને છોડીને નગર બહાર આવ્યો. અને યહોવા સમક્ષ પોતાના હાથ લંબાવી પ્રાર્થના કરી. એટલે કડાકા અને કરા પડતા બંધ થઈ ગયા.

નિર્ગમન 19:20

અને યહોવા સિનાઈ પર્વતના શિખર ઉપર ઊતર્યો; પછી યહોવાએ મૂસાને પર્વતના શિખર ઉપર બોલાવ્યો; તેથી મૂસા પર્વત ઉપર ગયો.

નિર્ગમન 24:17

અને યહોવાનું ગૌરવ ઇસ્રાએલીઓને પર્વતની ટોચે સર્વભક્ષી અગ્નિ જેવું લાગ્યું.

નિર્ગમન 32:1

મૂસાને પર્વત પરથી આવવામાં વિલંબ થતો જોઈને લોકોએ હારુન પાસે ભેગા થઈને કહ્યું, “ચાલ, અમને દોરવણી આપવા માંટે દેવ બનાવ. કારણ કે મિસરમાંથી અમને અહીં લઈ આવનાર મૂસા હવે અદ્રશ્ય થઈ ગયો છે; તેનું શું થયું એની અમને ખબર પડતી નથી.”

નિર્ગમન 34:28

તેથી મૂસા 40 દિવસ અને 40 રાત અન્નજળ લીધા વિના યહોવા સાથે રહ્યો અને તેણે કરારના શબ્દો-દશ આજ્ઞાઓ તકતી ઉપર લખી.

પુનર્નિયમ 5:31

પણ તું પોતે અહીં માંરી પાસે ઊભો રહે, એટલે હું તને માંરી બધી આજ્ઞાઓ, કાયદાઓ અને નિયમો સંભળાવીશ; અને પછી તું તે એ લોકોને કહેજે, જેથી હું એમને જે ભૂમિનો કબજો આપનાર છું તેમાં ત્યાં તેઓ તે બધી આજ્ઞાઓનું પાલન કરે.’

પુનર્નિયમ 9:9

હું ત્યાં પર્વત પર હતો, યહોવાએ તમાંરી સાથે કરેલા કરારની તકતીઓ લેવા હું ત્યાં ગયો હતો. હું ત્યાં ખાધાપીધા વિના ચાળીસ દિવસ અને રાત રહ્યો હતો.

પુનર્નિયમ 9:18

પછી પાછો બીજા ચાળીસ દિવસ અને ચાળીસ રાત હું યહોવાની હાજરીમાં જમીન ઉપર ચહેરો નમાંવી કંઇ ખાધા-પીધા વીના રહ્યો. કારણ તમે પાપ કર્યું હતું જે યહોવાની દ્રષ્ટિએ દુષ્ટ હતું અને તેને ખૂબ ગુસ્સે કર્યા હતા.

પુનર્નિયમ 9:25

“તેથી જ હું ચાળીસ દિવસ અને ચાળીસ રાત સુધી યહોવા સમક્ષ ઘૂંટણીએ પડીને પડી રહ્યો, કારણ કે, યહોવાએ તમાંરો નાશ કરવાનો નિશ્ચય કર્યો હતો.

પુનર્નિયમ 10:10

“પહેલાંની જેમ હું 40 દિવસ અને 40 રાત પર્વત પર રહ્યો અને યહોવાએ ફરીથી માંરી યાચના સાંભળી અને તમાંરો નાશ નહિ કરવા તે સંમત થયા.

1 રાજઓ 19:8

તેણે ઊઠીને ખાઈને પાણી પીધું અને તે ખોરાકને આધારે 40 દિવસ અને ચાળીસ રાતનો પંથ કાપીને તે યહોવાનો પર્વત જે હોરેબ પર્વત કહેવાય છે ત્યાં સુધી પહોંચી ગયો.

નીતિવચનો 28:1

કોઇ પાછળ ન પડ્યું હોય તો પણ દુષ્ટ વ્યકિત ભાગે છે, પણ ભલી વ્યકિત તો સિંહની જેમ હિંમતવાન હોય છે.

માથ્થી 4:2

ઈસુએ ચાળીસ દિવસ અને રાત કાંઈ જ ખાધુ નહિ. આ પછી તે ખૂબ જ ભૂખ્યો થયો.

માર્ક 1:13

ઈસુ રણમાં 40 દિવસો રહ્યો હતો. તે ત્યાં જંગલી પશુઓ સાથે હતો. જ્યારે ઈસુ રણમાં હતો શેતાનથી તેનું પરીક્ષણ થયું હતું. અને દૂતોએ આવીને ઈસુની સેવા કરી.

Interlinear

Choose Theme