ઊત્પત્તિ 35:17 · ગુજરાતી બાઇબલ
પરંતુ રાહેલને કષ્ટાતી જોઈને દાઈએ તેને કહ્યું, “રાહેલ, તું ડરીશ નહિ, કારણ કે આ વખતે પણ તું પુત્રને જન્મ આપી રહી છે.”
Cross references
ઊત્પત્તિ 30:24
તેથી રાહેલે પોતાના પુત્રનું નામ યૂસફ રાખ્યું એમ કહેતાં દેવ હજુ મને બીજો દીકરો આપે.
1 શમુએલ 4:19
એલીની પુત્રવધૂ ફીનહાસની વહુ સગર્ભા હતી, અને તેની પ્રસૂતિનો સમય પાસે આવ્યો હતો, જયારે તેણે દેવનો પવિત્રકોશ બીજાઓએ કબજે કર્યાનું અને પોતાના સસરાનું અને પતિનું અવસાન થયાનું સાંભળ્યું ત્યારે તેને એકદમ વેણ ઊપડી આવી, તે નમી પડી અને તેને પ્રસૂતિ થઈ ગઈ.
1 શમુએલ 4:20
તે જ્યારે પડામાં હતી અને મૃત્યુની નધ્ક હતી ત્યારે તેને મદદ કરતી સ્રીઓમાંથી એક સ્રીએ કહ્યું: “ચિંતા કરીશ નહિ; તેઁ પુત્રને જન્મ આપ્યો છે.”પણ તેણે કોઈ જવાબ આપ્યો નહિ, અને તેના પર ધ્યાન ન આપ્યું.