Home Bibles ☰ Books 1 પિતરનો પત્ર 5:8 · ગુજરાતી બાઇબલ
1 પિતરનો પત્ર 5:8 · ગુજરાતી બાઇબલ

તમારી જાતને નિયંત્રિત કરો અને સાવધાન રહો! શેતાન તમારો દુશ્મન છે, અને તે ગાજનાર સિંહની પેઠે કોઇ મળે તેને ખાઇ જવા માટે શોધતો ફરે છે.

Cross references

ન્યાયાધીશો 14:5

સામસૂન તેના માંતાપિતાના સાથે તિમ્નાહ ગયો. તેઓ દ્રાક્ષની વાડીઓ આગળ પહોંચ્યાં અને અચાનક એક સિંહનું બચ્ચું તેના પર હુંમલો કરવા આવ્યું.

એસ્તેર 7:6

એસ્તેરે જવાબ આપ્યો, “આ દુષ્ટ હામાન અમારો શત્રુ છે,”આ સાંભળીને હામાન રાજા અને રાણીની સામે ડરવા લાગ્યો.

અયૂબ 1:6

એક દિવસ દેવદૂતો યહોવાની આગળ ભેગા થયા હતા. તેઓની સાથે દુષ્ટ શેતાન પણ ઉપસ્થિત હતો.

અયૂબ 2:2

યહોવાએ શેતાનને પૂછયું, “તું ક્યાં જઇ આવ્યો?”શેતાને યહોવાને કહ્યું, “હું પૃથ્વી પર ચારે તરફ ભટકતો હતો.”

ગીતશાસ્ત્ર 104:21

પછી સિંહનાં બચ્ચાં શિકાર માટે ગર્જના કરે છે; તેઓ દેવ પાસે પોતાનું ભોજન માંગે છે.

ગીતશાસ્ત્ર 109:6

મારા શત્રુનો સામનો કરવા માટે એક દુષ્ટ માણસને નિયુકત કરો. અને તેને એક અપ્રામાણિક ન્યાયાધીશ સામે ઊભો રાખો.

નીતિવચનો 19:12

રાજાનો ક્રોધ સિંહની ગર્જના જેવો છે; પણ તેની કૃપા ઘાસ પરનાં ઝાકળ જેવી છે.

નીતિવચનો 20:2

રાજાની ધમકી સિંહની ગર્જના જેવી છે; તેનો રોષ વહોરી લેનાર પોતાના જ જીવને જોખમમાં મૂકે છે.

યશાયા 5:29

તેમની ગર્જના સિંહની ગર્જના જેવી છે! તેઓ સિંહની જેમ ઘૂરકાટ કરીને તેમનો ભક્ષ્ય પકડે છે. અને તેને ખૂબ દૂર લઇ જાય છે, અને તેને બચાવવા ત્યાં કોઇ નથી.

યશાયા 14:12

હે તેજસ્વી તારા, પ્રભાતના પુત્ર, તું ઊંચે આકાશમાંથી કેમ પડ્યો છે! બીજી પ્રજાઓનો નાશ કરનાર, તને કાપી નાખીને ભોંયભેગો કરવામાં આવ્યો છે.

યશાયા 50:8

મને ન્યાય આપનાર નજીકમાં છે; હવે મારી સામે યુદ્ધ કરવાની હિંમત કોણ કરી શકે? ક્યાં છે મારા દુશ્મનો? તેમને મારી સામે આવવા દો!

ચર્મિયા 2:15

તરૂણ સિંહોએ તેની સામે ગર્જના કરી છે, તેઓ ઘુરઘુરાટ કેમ કરે છે? એની ભૂમિ વેરાન કેમ થઇ ગઇ છે? એનાં શહેરો બળીને ખાક કેમ થઇ ગયા છે, ઉજ્જડ કેમ છે?

Interlinear

Choose Theme