લોકોના તમામ આગેવાનો યરૂશાલેમમાં વસ્યા અને બાકીના લોકોમાંથી દશ માણસમાંથી એક માણસ માટે પવિત્ર નગરી યરૂશાલેમમાં વસે તે માટે ચિઠ્ઠીઓ નાખવામાં આવી. જ્યારે બાકીના નવ અન્ય નગરોમાં જઇને વસ્યા.
Cross references
“કોઈ વાર કોઈ ખટલાનો ચુકાદો આપવો તમને બહું મુશ્કેલ લાગે-જેમ કે ખૂનનો, મિલકતના હકનો કે માંરામાંરીનો કે તમાંરા શહેરોમાંના કોઇ વિવાદનો જો કોઈ આવો ખટલો તમાંરી સમક્ષ આવે તે બાબત તમાંરે જે જગ્યા તમાંરા દેવ યહોવા પસંદ કરશે ત્યાં લઇ જવી.
યહોશુઆ શીલોહમાં હતો, અને યહોવા પાસે ગયો અને તેની સામે ચિઠ્ઠીઓ નાખી અને ઇસ્રાએલીઓના દરેક કુળસમૂહને તેમનો પોતાનો ભાગ આપ્યો.
અમે ગિબયાહની વાતમાં આ પ્રમાંણે કરવા ઈચ્છીએ છીએ. અમે ચિઠ્ઠી નાખીને ગિબયાહ ઉપર હુમલો કરવા માંટે માંણસો પસંદ કરીશું.
આ બધાં તેમના સમયમાં કુટુંબોના આગેવાનો હતા અને યરૂશાલેમમાં રહેતા હતા.
આ પ્રમાણે સર્વ ઇસ્રાએલીઓની ગણતરી તેમની વંશાવળી પ્રમાણે કરવામાં આવી; તેઓની નોંધ ઇસ્રાએલના રાજાઓના પુસ્તકમાં છે. યહૂદિયા દેશના લોકોને મૂર્તિપૂજા કરવાને કારણે બાબિલમાં બંદીવાન તરીકે લઇ જવામાં આવ્યાં.
પોતપોતાનાં દેશનાં શહેરોમાં જે પ્રથમ રહેવા આવ્યા તે ઇસ્રાએલીઓ હતા, યાજકો, લેવીઓ તથા મંદિરમાં કામ કરવાવાળા સેવકો હતા.
નાનાંમોટાં બધાં કુટુંબોએ ચિઠ્ઠી નાખી નિર્ણય કર્યો કે દરેક દરવાજા પર કોણ ચોકી કરશે.
મેં તેઓને તે સમયે એમ કહ્યું કે, “દરેક પુરુષ અને તેનો મદદગાર યરૂશાલેમમાં જ રહે, જેથી તેઓ રાત્રે અમારંુ રક્ષણ કરે અને દિવસે કામ કરે.”
શહેરનો વિસ્તાર ખૂબ મોટો હતો; પણ વસ્તી ઓછી હતી અને વધારે ઘરો બંધાયાઁ નહોતાઁ.
“ત્યારબાદ નિયમશાસ્ત્રમાં લખ્યા પ્રમાણે, અમારા દેવ યહોવાની વેદી પર બાળવા માટે, અમારા પિતૃઓનાં પરિવારો પ્રમાણે પ્રતિવર્ષ ઠરાવેલા ચોક્કસ સમયે અમારા દેવના મંદિરમાં લાકડાંઓના અર્પણો લાવવા માટે, અમે, યાજકો, લેવીઓ તથા લોકો વચ્ચે ચિઠ્ઠીઓ નાખી.
પવિત્ર નગરમાં સર્વ મળીને લેવીઓ 284 હતા.
ત્યાં ચુકાદો તાજના , ડેવિડ હાઉસ ઓફ તાજના સુયોજિત થાય છે.
યરૂશાલેમના શાંતિ માટે પ્રાર્થના : તેઓ છે કે પ્રેમ તને સફળ થશે.
લોકો દ્વારા ચિઠ્ઠી નાખવામાં આવે છે, પણ નિર્ણય તો તે બધાંયનો યહોવાના હાથમાં છે.
અને છતાં તમે પોતાને પવિત્ર નગરીના નાગરિક કહેવડાવો છો અને જેનું નામ સૈન્યોના દેવ યહોવા છે એવા ઇસ્રાએલના દેવ પર આધાર રાખો છો.
હે સિયોન, જાગૃત થા, જાગૃત થા, તારા સાર્મથ્યથી; હે યરૂશાલેમ, પવિત્ર નગર, તારાં સુંદર વસ્ત્રો તું પહેર; કારણ કે હવે જે લોકોએ દેવ તરફ પૂંઠ ફેરવી છે, તે પાપીઓ તારા દરવાજાઓમાં પ્રવેશી શકશે નહિ.
પછી શેતાન ઈસુને પવિત્ર શહેર યરૂશાલેમમાં લઈ ગયો અને ઈસુને મંદિરના સૌથી ઊચા સ્થળે બેસાડે છે.
ઈસુના મરણમાંથી ઊઠયા બાદ પેલા લોકો પવિત્ર શહેરમાં ગયા અને ઘણા લોકોએ તેને જોયો.
પ્રેરિતોએ પ્રાર્થના કરી, “પ્રભુ, તું પ્રત્યેક માણસોના મનોને જાણે છે. આ બેમાંથી તું આ કામ કરવા માટે કોને પસંદ કરે છે તે દર્શાવ.