Home Bibles 1 કાળવ્રત્તાંત 8:28 · ગુજરાતી બાઇબલ
1 કાળવ્રત્તાંત 8:28 · ગુજરાતી બાઇબલ

આ બધાં તેમના સમયમાં કુટુંબોના આગેવાનો હતા અને યરૂશાલેમમાં રહેતા હતા.

Cross references

યહોશુઆ 15:63

પણ યહૂદાના લોકો યરૂશાલેમમાંથી યબૂસીઓને હાંકી કાઢી શક્યા નહી, તેથી યબૂસીઓ યહૂદાના લોકોની સાથે આજ સુધી યરૂશાલેમમાં રહે છે.

યહોશુઆ 18:28

સેલાહ, એલેફ, યબૂસીશહેર (યરૂશાલેમ) ગિબયાથ, અને કિર્યાથ, બધા મળી 14શહેરો અને તેમના ખેતરો હતા, બિન્યામીનનાં કુટુંબને આ બધા ક્ષેત્રો તેમના ભાગ તરીકે મળ્યા.

ન્યાયાધીશો 1:21

પરંતુ બિન્યામીનના કુળસમૂહના લોકો યરૂશાલેમમાં વસતા યબૂસીઓને હાંકી કાઢવામાં નિષ્ફળ ગયા, તેથી આજે પણયબૂસીઓ બિન્યામીનનાં વંશજો સાથે યરૂશાલેમમાં વસે છે.

1 કાળવ્રત્તાંત 8:32

અને મિકલોથ જે શિમઆહનો પિતા હતા. આ બધા કુટુંબો યરૂશાલેમમાં પોતાના ભાઇઓ સાથે રહેતા હતા.

1 કાળવ્રત્તાંત 9:3

યહૂદાના પુત્રોમાંના બિન્યામીનના પુત્રોમાંના, એફ્રાઇમના તથા મનાશ્શાના પુત્રોમાનાં જેઓ યરૂશાલેમમાં રહેતા હતા તેઓ આ છે:

1 કાળવ્રત્તાંત 9:7

બિન્યામીનના કુલસમૂહના હાસ્સેનુઆહના પુત્ર હોદાવ્યાહના પુત્ર મશુલ્લામનો પુત્ર સાલ્લૂ;

1 કાળવ્રત્તાંત 9:34

એ બધાં વંશાવળી મુજબ લેવીઓના કુટુંબના વડા હતા અને યરૂશાલેમમાં રહેતા હતા.

નહેમ્યા 11:1

લોકોના તમામ આગેવાનો યરૂશાલેમમાં વસ્યા અને બાકીના લોકોમાંથી દશ માણસમાંથી એક માણસ માટે પવિત્ર નગરી યરૂશાલેમમાં વસે તે માટે ચિઠ્ઠીઓ નાખવામાં આવી. જ્યારે બાકીના નવ અન્ય નગરોમાં જઇને વસ્યા.

નહેમ્યા 11:7

આ બિન્યામીના પુત્રો છે: સાલ્લુ મશુલ્લામનો પુત્ર, (મશુલ્લામ યોએલનો, યોએલ પદાયાનો, કોલાયાનો પુત્ર પદાયા હતો, જે માઅસેયાનો પુત્ર હતો, જે ઇથીએલનો પુત્ર હતો, અને ઇથીએલ યશાયાનો.)

Interlinear

Choose Theme