મંદિરમાં હાન્ના નામની એક પ્રબોધિકા રહેતી હતી. જે આશેરના કુળની ફનુએલની પુત્રી હતી. હાન્ના ઘણી વૃદ્ધ હતી. લગ્નજીવનના સાત વર્ષ પછી તેના પતિનું અવસાન થતાં તે એકલી રહેતી હતી.
Cross references
લેઆહ બોલી, “હું કેવી સુખી છું!” તેથી તેણે એ પુત્રનું નામ આશેર રાખ્યું.
પછી હારુનની બહેન મરિયમ પ્રબોધિકાએ ખંજરી હાથમાં લીધી અને તમાંમ સ્ત્રીઓ તેમની પાછળ પાછળ ખંજરીઓ લઈને નાચવા લાગી. મરિયમે અને સ્ત્રીઓએ નાચગાન શરૂ કર્યો.
એ વખતે લાપીદોથની પત્ની દબોરાહ ઈસ્રાએલીઓની ન્યાયાધીશ હતી. તે પ્રબોધિકા હતી,
યાજક હિલ્કિયા, અહીકામ, આખ્બોર, શાફાન અને અસાયાલ પ્રબોધિકા હુલ્દાહની સલાહ લેવા ગયા, તેણી તિકવાહનો પુત્ર અને હાહાર્સનો પૌત્ર, શાલ્લુમની પત્ની હતી. શાલ્લુમ મંદિરના વસ્રભંડારનો ઉપરી હતો, તેની પત્ની હુલ્દાહ યરૂશાલેમ નગરમાં બીજા વિસ્તારમાં રહેતી, તેણી એક પ્રબોધિકા હતી.
તું જેમ લણણીની ઋતું સુધી ઘંઉ ઊગે છે તેમ, તું તારી બરોબર પાકી ઉંમરે તારી કબરમાં જઇશ.
તેઓ ઘડપણમાં પણ ફળધારક થશે, અને તેઓ તાજાં લીલાં વૃક્ષો જેવાં હશે.
તે સમયે, હું મારા સેવક-સેવિકાઓ પર મારો આત્મા રેડીશ અને તેઓ પ્રબોધ કરશે.
તેને ચાર પુત્રીઓ હતી જે પરિણિત ન હતી. આ પુત્રીઓને પ્રબોધ કરવાનું સાર્મથ્ય હતું.
હવે ભાઈઓ અને બહેનો, તમારી પાસે આત્મિક દાનો અંગે સમજ હોય તેમ હું ઈચ્છું છું.
આશેરના કુળમાંના 12,000 નફતાલીના કુળમાંથી 12,000 મનાશ્શાના કુળમાંથી 12,000