લેઆહ બોલી, “હું કેવી સુખી છું!” તેથી તેણે એ પુત્રનું નામ આશેર રાખ્યું.
Cross references
અને લેઆહની દાસી ઝિલ્પાહથી જન્મેલા બે પુત્રો હતા: ગાદ અને આશેર.આ બધા યાકૂબના પુત્રો પાદ્દાંનારામમાં જન્મેલા હતા.
આશેરના પુત્રો: યિમ્નાહ, યિસ્યા, યિસ્વી, બરીઆહ અને તેમની બહેન સેરાહ, બરીઆહના પુત્રો: હેબર અને માંલ્કીએલ.
“આશેર પાસે શ્રેષ્ઠ જમીન હશે કે, જેમાં પુષ્કળ પ્રમાંણમાં સારા અનાજની ઊપજ થતી હોય અને તે રાજાને લાયક શ્રેષ્ઠ અનાજ ઉત્પન કરશે.”
આગળ જતાં તેણે આશેર વિષે કહ્યું, “બધા પુત્રોમાં આશેર સૌથી વધારે વહાલો હોવાથી વધુ માંનીતો હતો તેથી વધુ લાભ પામ્યો છે. તે પોતાના પગ જૈતતેલમાં બોળે છે, તેના પ્રદેશમાં મબલખ તેલ પેદા થાય છે.
તેનાં સંતાનો જીવનમાં ઊંચે ઊડે છે, અને તેને ધન્યવાદ આપે છે. અને તેના પતિ તેના વખાણ કરે છે અને પ્રશંસા કરતાં કહે છે કે,
પણ મારી વ્હાલી, મારી પ્રીતમા તો એકજ છે; પોતાની માતાની એકની એક, અને પિતાની વહાલી. યરૂશાલેમની દીકરીઓ તારી સામે જુએ છે અને તને ધન્યવાદ આપે છે; રાણીઓ અને ઉપપત્નીઓ તારી પ્રશંસા કરે છે.
દેવે તેની સામાન્ય અને દીન સેવિકા પર કૃપાદષ્ટિ કરી છે. હવે પછી, બધા લોકો કહેશે કે હું આશીર્વાદીત છું,