Home Bibles લૂક 10:4 · ગુજરાતી બાઇબલ
લૂક 10:4 · ગુજરાતી બાઇબલ

પૈસા, ઝોળી કે જોડાં કંઈ પણ તમારી સાથે લઈ જશો નહિ. રસ્તામાં કોઈની સાથે વાત કરવા રોકાશો નહિ.

Cross references

ઊત્પત્તિ 24:33

પછી લાબાને તેમને ખાવા માંટે ભોજન આપ્યું. પરંતુ તેણે કહ્યું, “હું શા કામે આવ્યો છું તે કહ્યાં પહેલા હું જમીશ નહિ.” લાબાન બોલ્યો, “તો કહો.”

ઊત્પત્તિ 24:56

પરંતુ નોકરે તેઓને કહ્યું, “મને રોકશો નહિ, યહોવાએ માંરો પ્રવાસ સફળ બનાવ્યો છે. હવે મને જવા દો જેથી હું માંરા ધણીને જઈને મળું.”

1 શમુએલ 21:8

દાઉદે અહીમેલેખને કહ્યું, “તમાંરી પાસે કોઇ શસ્ર છે જેવંુ કે ભાલો અથવા તરવાર? હું માંરી તરવાર કે ભાલો માંરી સાથે લાવ્યો નથી, કારણ, રાજાનું કામ તાકીદનું હતું.”

2 રાજઓ 4:24

ગધેડા પર જીન નંખાવીને તેણે નોકરને કહ્યું, “ઉતાવળ કરજે, અને સિવાય કે હું તને કહું ધીમો પડતો નહિ.”

2 રાજઓ 4:29

એલિશાએ કહ્યું, “ગેહઝીન, કમર કસ, માંરી લાકડી લે અને દોડતો જા, રસ્તે કોઈ મળે તો તેને પ્રણામ કરવા પણ રોકાઈશ નહિ, માંરી લાકડી તે બાળકના મોંઢા પર મૂકજે.”

નીતિવચનો 4:25

તારી આંખો સામી નજરે જુએ. અને તારી સીધી નજર સામેના રસ્તા ઉપર રાખજે.

માથ્થી 10:9

તમારી સાથે સોનું, રૂપું કે તાંબુ કે કોઈપણ પ્રકારનું નાંણુ રાખશો નહિ.

માર્ક 6:8

ઈસુએ તેના શિષ્યોને કહ્યું તે આ છે: ‘તમારી યાત્રાઓ માટે કાંઇ લેવું નહિ. ચાલવા માટે ફક્ત એક લાકડી સાથે લો, રોટલી નહિ, થેલી નહિ, અને તમારા ખિસ્સામાં પૈસા નહિ.

લૂક 9:3

તેણે તેઓને કહ્યું, “જ્યારે તમે મુસાફરી કરો ત્યારે તમારી સાથે લાકડી લેશો નહિ, ઝોળી, ખોરાક કે પૈસા પણ લઈ જશો નહિ. પ્રવાસમાં ફક્ત તમે પહેરો છો તે જ કપડાં લેજો.

લૂક 9:59

ઈસુએ બીજા એક માણસને કહ્યું, “મારી પાછળ આવ!”પણ તે માણસે કહ્યું, “પ્રભુ, મને જવા દે અને પહેલા હું મારા પિતાને દાટું.”

લૂક 10:4

પૈસા, ઝોળી કે જોડાં કંઈ પણ તમારી સાથે લઈ જશો નહિ. રસ્તામાં કોઈની સાથે વાત કરવા રોકાશો નહિ.

લૂક 22:35

પછી ઈસુએ પ્રેરિતોને કહ્યું કે: “મેં તમને લોકોને ઉપદેશ આપવા મોકલ્યા. મેં પૈસા વગર, થેલી કે જોડા વગર મોકલ્યા, તમારે કશાની જરુંર પડી?” પ્રેરિતોએ કહ્યું, “ના.”

Interlinear

Choose Theme