Home Bibles લેવીય 20:9 · ગુજરાતી બાઇબલ
લેવીય 20:9 · ગુજરાતી બાઇબલ

“જો કોઈ પોતાના પિતાને અને માંતાને શાપ આપે તો તેને મૃત્યુદંડ આપવો. એણે પોતાના પિતાને કે માંતાને શાપ આપ્યો છે તેથી તે પોતાના મોત માંટે પોતે જ જવાબદાર ગણાય.

Cross references

નિર્ગમન 21:17

“અને જો કોઈ પોતાના પિતાને કે માંતાને શાપ આપે તો પણ તેને મૃત્યુદંડની સજા કરવી.”

લેવીય 20:11

જો કોઈ પુરુષ પોતાના પિતાની પત્ની સાથે કૂકર્મ કરે, તો તેણે પોતાના પિતાને કલંક લગાડયું છે, તે બંને મૃત્યુદંડને પાત્ર થાય. તેમના મોતની જવાબદારી તેમને માંથે છે.

લેવીય 20:16

અને જો કોઈ સ્ત્રી કોઈ પશુ સાથે જાતીય સંબંધ કરે, તો તે સ્ત્રીને અને પશુને બંનેને માંરી નાખવાં કારણ, તેઓ એ જ શિક્ષાને લાયક છે.

લેવીય 20:27

“તમાંરામાંથી જે કોઈ પુરુષ કે સ્ત્રી ભૂતવૈદ હોય કે જાદુગર હોય તેને મૃત્યુદંડ આપવો. લોકોએ તેઓને પથ્થરો વડે માંરી નાખવાં તેઓના મોતની જવાબદારી તેમની પોતાની જ છે.”

પુનર્નિયમ 27:16

“‘જો કોઈ વ્યકિત પોતાના પિતા કે માંતાનું અપમાંન કરે તો તેના પર શ્રાપ ઊતરો.’“અને બધા લોકો ‘આમીન’ કહીને સ્વીકૃતિ આપશે.

યહોશુઆ 2:19

જો કોઈ તારા ઘરના બારણાની બહાર નીકળશે, તો તેના મોતના જવાબદારી તેને માંથે, એમાં અમાંરો દોષ નહિ; પણ તારી સાથે ઘરમાં હોય એવા કોઈને ઈજા થાય તો તેનો દોષ અમાંરે માંથે.

ન્યાયાધીશો 9:24

આ એટલા માંટે થયું કે જેથી યરૂબ્બઆલના 70 પુત્રોને માંરી નાખવા બદલ અબીમેલેખને તથા તેને આ રક્તપાત કરવામાં મદદ કરનાર શખેમના લોકોને પાઠ શીખવા મળે.

2 શમએલ 1:16

ત્યાર પછી દાઉદે કહ્યું, “તારા મૃત્યુ માંટે તું જ જવાબદાર છે, ‘કારણ કે તે પોતે જ કબૂલ કર્યુ છે કે તેં જ યહોવાથી અભિષ્કિત રાજાને માંરી નાખ્યો, તારા પોતાના શબ્દોએ તને અપરાધી સાબિત કર્યો.

1 રાજઓ 2:32

યહોવા એણે કરેલા ખૂનનું પાપ એને પોતાને માંથે નાખશે; કારણ, એણે બે નિદોર્ષ માંણસો કે જે તેના કરતા વધારે સારા હતા, તેને માંરી નાખ્યા હતા, માંરા પિતા જાણતા નહોતા કે યોઆબે ઇસ્રાએલના સેનાધિપતિ નેરનો પુત્ર આબ્નેરનું અને યહૂદિયાના સેનાધિપતિ યેથેરના પુત્ર અમાંસાનું ખૂન કર્યુ હતું.

નીતિવચનો 20:20

માતાપિતાને શાપ આપનારનો દીવો ઘોર અંધકારમાં ઓલવાઇ જશે.

નીતિવચનો 30:11

એવી પણ એક પેઢી છે કે જે પોતાના પિતાને શાપ આપે છે અને પોતાની માને આશીર્વાદ દેતી નથી.

નીતિવચનો 30:17

જે આંખ તેના પિતાની મશ્કરી કરે છે, અને તેની માતાની આજ્ઞા માનવાની ના પાડે છે.તેની આંખને ખીણના કાગડા ફોડી નાંખો અને ગીઘડા ખાઇ જાઓ.

યર્મિયાનો વિલાપ 18:13

પોતાનાં નાણાં વ્યાજે આપતો હોય અને આકરું વ્યાજ લેતો હોય, તો શું તે જીવશે? ના, તે નહિ જીવે. તે તેનાં બધાં દુષ્કૃત્યોને લીધે માર્યો જશે. પોતાના પાપનું ફળ પોતે જ ભોગવવું પડશે.

માથ્થી 15:4

દેવે તો કહ્યું હતું કે, ‘તું તારા પિતા તથા તારી માનું સન્માન કર.’અને દેવે એમ પણ કહ્યું હતું કે ‘જે પોતાના પિતા તથા માનું અપમાન કરે છે તેને અવશ્ય મારી નાખવો જોઈએ.’

માથ્થી 27:25

બધા લોકોએ ઉત્તર આપ્યો, “અમે તેના મરણ માટે જવાબદાર છીએ. અમે અમારી જાત માટે, તથા અમારા બાળકો માટે તેના મરણ માટેની કોઈપણ શિક્ષાનો સ્વીકાર કરીએ છીએ.”

માર્ક 7:10

મૂસાએ કહ્યું, ‘તમારે તમારા માતાપિતાને માન આપવું જોઈએ.’ પછી મૂસાએ કહ્યું, ‘જે કોઈ વ્યક્તિ તેના પિતા કે માની નિંદા કરે તેને મારી નાખવો જોઈએ.’

Interlinear

Choose Theme