Home Bibles લેવીય 20:27 · ગુજરાતી બાઇબલ
લેવીય 20:27 · ગુજરાતી બાઇબલ

“તમાંરામાંથી જે કોઈ પુરુષ કે સ્ત્રી ભૂતવૈદ હોય કે જાદુગર હોય તેને મૃત્યુદંડ આપવો. લોકોએ તેઓને પથ્થરો વડે માંરી નાખવાં તેઓના મોતની જવાબદારી તેમની પોતાની જ છે.”

Cross references

નિર્ગમન 22:18

“મેલીવિધાનો ઉપયોગ કરનાર સ્ત્રીને જીવતી રહેવા ન દે.

લેવીય 19:31

“ભૂવા કે જાદુગરો પાસે જઈને તેમને પ્રશ્નો પૂછીને તેમની સલાહ લઈને તમાંરી જાતને અશુદ્ધ કરશો નહિ, કારણ કે હું યહોવા તમાંરો દેવ છું.

લેવીય 20:2

“તું ઇસ્રાએલી પ્રજાને આ આજ્ઞાઓ આપ: જો કોઈ ઇસ્રાએલી કે તેઓની વચમાં રહેતો વિદેશી પોતાનાં બાળક મોલેખ દેવને ચઢાવવા આપે તો તેને મૃત્યુદંડ આપવો.

લેવીય 20:6

“જે કોઈ માંરા પ્રત્યે વિશ્વાસઘાત દાખવશે અને મધ્યસ્થી તથા જાદુગરો પાસે જઈને તેમની સલાહ લેશે, તેની હું વિમુખ થઈશ અને તેમના લોકોમાંથી તેનો હું બહિષ્કાર કરીશ.

પુનર્નિયમ 18:10

કોઈ પણ ઇસ્રાએલીએ પોતાના પુત્ર કે પુત્રીને અગ્નિમાં બલી તરીકે હોમવાં નહિ, કોઇ પણ ઇસ્રાએલી જ્યોતિષ, જાદુગર, ડાકણ, કે માંયાવી જાદુગર બને નહિ.

1 શમુએલ 28:7

પછી શાઉલે તેના અમલદારોને કહ્યું, “જાવ અને કોઇ સ્ત્રી જે તાંત્રિક છે તેણીને બોલાવો. પછી હું તેને મળીશ અને આ યુદ્ધનું પરિણામ શું હશે તેની આગાહી કરવા કહીશ.”પછી તેઓએ કહ્યું “એન-દોરમાં તેવી એક સ્રી છે.”

Interlinear

Choose Theme