Home Bibles નીતિવચનો 30:17 · ગુજરાતી બાઇબલ
નીતિવચનો 30:17 · ગુજરાતી બાઇબલ

જે આંખ તેના પિતાની મશ્કરી કરે છે, અને તેની માતાની આજ્ઞા માનવાની ના પાડે છે.તેની આંખને ખીણના કાગડા ફોડી નાંખો અને ગીઘડા ખાઇ જાઓ.

Cross references

ઊત્પત્તિ 9:21

નૂહે તેમાંથી દ્રાક્ષારસ બનાવ્યો. અને તે પીધો પછી તે છાકટો બની ગયો અને પોતાનાં વસ્ર કાઢી નાંખી પોતાના તંબુમાં વસ્રહીન પડયો રહ્યો.

લેવીય 20:9

“જો કોઈ પોતાના પિતાને અને માંતાને શાપ આપે તો તેને મૃત્યુદંડ આપવો. એણે પોતાના પિતાને કે માંતાને શાપ આપ્યો છે તેથી તે પોતાના મોત માંટે પોતે જ જવાબદાર ગણાય.

પુનર્નિયમ 21:18

“જો કોઈ વ્યકિતનો પુત્ર જીદ્દી અને બંડખોર હોય, અને માંતાપિતાની અવજ્ઞા કરતો હોય, અને શિક્ષા કરવા છતાં ગણકારતો ના હોય,

પુનર્નિયમ 21:21

પછી તે ગામના બધા લોકોએ તેને ઇટાળી કરીને માંરી નાખવો. અને આ રીતે તમાંરે તમાંરી વચ્ચેથી એ અનિષ્ટ દૂર કરવું. પછી સર્વ ઇસ્રાએલીઓ આ જાણશે અને ગભરાઇને ચાલશે.

પુનર્નિયમ 28:26

આકાશમાં ઊડતાં પંખીઓ અને જંગલનાં પ્રાણીઓ તમાંરાં મૃતદેહને ખાવા આવશે; અને તેમને હાંકનાર કોઈ નહિ હોય.

1 શમુએલ 17:44

તેણે દાઉદને કહ્યું, “માંરી નજીક આવ, હું તારું માંસ આકાશનાં પક્ષીઓને અને જંગલી પ્રાણીઓને આપીશ.”

2 શમએલ 18:9

યુદ્ધના સમયે આબ્શાલોમનો દાઉદના કેટલાક અમલદારો સાથે ભેટો થઈ ગયો, અને તેણે ભાગવાની કોશિષ કરી. આબ્શાલોમ ગધેડા પર બેસીને જતો હતો, તે ગધેડો એક મોટા ઇમાંરતી કાષ્ઠના વૃક્ષની ઘટામાંથી પસાર થતો હતો. એવામાં આબ્શાલોમનું માંથું ડાળીઓમાં ભરાઈ ગયું. તે આકાશ અને જમીન વચ્ચે અદ્ધર લટકવા લાગ્યો અને ગધેડો આગળ ચાલી ગયો.

2 શમએલ 18:14

યોઆબે કહ્યું, “માંરી પાસે તારી સાથે નિરર્થક વાતોની ચર્ચા કરવાનો સમય નથી,” એમ કહીને તેણે ત્રણ ભાલા લીધા અને ઝાડે લટકતાં અને હજી જીવતા રહેલા આબ્શાલોમની છાતીમાં ભોંકી દીધા.

2 શમએલ 21:10

ત્યારબાદ રિસ્પાહે શોકના વસ્ત્રો લીધા અને ખડક ઉપર મૂક્યાં, તે કાપણીની શરૂઆતથી તે ચોમાંસુ આવ્યું ત્યાં સુધી ત્યાં રહ્યાં. રિસ્પાહે શબ ઉપર ચોકી પહેરો રાખ્યો. તે દિવસે દરમ્યાન કોઈ જંગલી પક્ષીને કે રાત દરમ્યાન કોઈ જંગલી પશુને તેના પર આવવા દેતી નહોતી.

નીતિવચનો 20:20

માતાપિતાને શાપ આપનારનો દીવો ઘોર અંધકારમાં ઓલવાઇ જશે.

નીતિવચનો 23:22

તારા પોતાના પિતાનું કહ્યું સાંભળ, એ તારા જન્મદાતા છે; અને તારી જનેતાનો વૃદ્ધાવસ્થામાં ધિક્કારીશ નહિ.

નીતિવચનો 30:11

એવી પણ એક પેઢી છે કે જે પોતાના પિતાને શાપ આપે છે અને પોતાની માને આશીર્વાદ દેતી નથી.

Interlinear

Choose Theme