Home Bibles યોહાન 4:20 · ગુજરાતી બાઇબલ
યોહાન 4:20 · ગુજરાતી બાઇબલ

અમારા પિતૃઓ આ પહાડ પર ભજન કરતા હતા. પણ તમે યહૂદિઓ કહો છો કે યરૂશાલેમ એ તે જ જગ્યા છે જ્યાં લોકોએ ભજન કરવું જોઈએ.”

Cross references

ઊત્પત્તિ 12:6

ઇબ્રામે કનાનના પ્રદેશમાં થઇને શખેમ નગર સુધી યાત્રા કરી. અને મોરેહના મોટા વૃક્ષ સુધી ગયો. એ સમયે તે દેશમાં કનાની લોકો વસતા હતા.

ઊત્પત્તિ 33:18

આમ, યાકૂબે પોતાનું જે કંાઈ હતું તે બધું સુરક્ષિત પદ્દાંનારામમાંથી આવતાં કનાન દેશના શખેમ નગરમાં મોકલી દીધું અને તે નગર આગળ મુકામ કર્યો.

પુનર્નિયમ 11:29

“જે સમયે તમાંરા યહોવા દેવ તમને વચન મુજબના દેશનો કબજો લેવા લઈ આવે ત્યારે તમે ગરીઝીમ પર્વત પરથી આશીર્વાદ અને એબાલ પર્વત પરથી શ્રાપ પોકારશો!

પુનર્નિયમ 12:5

યહોવા તમાંરા દેવ તમાંરા કુળસમૂહો વચ્ચે એક ખાસ જગ્યા પસંદ કરશે. યહોવા તેમનું નામ ત્યાં મૂકશે. તે તેમનું ખાસ ઘર રહેશે. તમાંરે તેની ભકિત કરવા તે જગ્યાએ જ જવાનું છે.

પુનર્નિયમ 27:12

“યર્દન નદી પાર કર્યા પછી લોકો ઉપર આશીર્વાદ ઉચ્ચારાય, તે વખતે નીચેનાં કુળો ગરીઝીમ પર્વત પર ઊભા રહે: શિમયોન, લેવી, યહૂદા, ઇસ્સાખાર, યૂસફ અને બિન્યામીન,

યહોશુઆ 8:33

સર્વ ઇસ્રાએલીઓ, તેમના આગેવાનો, અમલદારો અને ન્યાયાધીશો દેવના કરારકોશની બધી તરફ લેવી યાજકો જે તે લઈ ગયા તેની સામે ઊભા હતા. યહોવાના સેવક મૂસાએ યહોવાના ઇસ્રાએલીઓ પર આશીર્વાદ ઉચ્ચારણ કરવાના વિષે આપેલ આદેશ પ્રમાંણે અડધા ઇસ્રાએલીઓએ એબાલ પર્વત તરફ મોંઢું કર્યું અને બીજા અડધાએ ગરીઝીમ પર્વત તરફ મોંઢું કર્યું.

ન્યાયાધીશો 9:6

ત્યારબાદ શખેમ અને બેથમિલ્લોના બધા લોકો ભેગા મળ્યા અને તેઓએ શેખેમમાં ઊભા કરેલા એલોનના થાંભલા નજીક અબીમેલેખને પોતાનો રાજા બનાવ્યો.

1 રાજઓ 9:3

યહોવાએ તેને કહ્યું, “મેં તારી પ્રાર્થના અને અરજ સાંભળી છે, તેં બંધાવેલું આ મંદિર હું પુનિત કરું છું. જેથી માંરું નામ હમેશાં ત્યાં હશે. માંરું હૃદય અને માંરી દૃષ્ટિ નિરંતર હું ત્યાં રાખીશ.

2 રાજઓ 17:26

આશ્શૂરના રાજાને કહેવામાં આવ્યું કે, “જે લોકોને દેશ છોડાવીને તમે સમરૂનના નગરોમાં વસાવ્યા છે, તેઓને એ દેશના દેવની ઉપાસનાની વિધિની ખબર નથી, આથી તેણે તેમની વચ્ચે સિંહો મોકલ્યા છે અને તે સિંહો એમને ખાઈ જશેે, કારણ, તેમને પ્રદેશના દેવની ઉપાસનાની વિધિની ખબર નથી.”

1 કાળવ્રત્તાંત 21:26

અને ત્યાં યહોવાને માટે તેણે વેદી બાંધી અને તેના પર તેણે દહનાર્પણ કર્યુ. તેણે તેની પર શાઁત્યર્પણ કર્યુ અને યહોવાનું આવાહન કર્યું. વેદી પર અગ્નિ ઉતારીને યહોવાએ તેને જવાબ આપ્યો.

1 કાળવ્રત્તાંત 22:1

પછી દાઉદે કહ્યું, “આ યહોવાનું મંદિર છે અને આ ઇસ્રાએલ માટેની દહાનાર્પણની વેદી છે.”

2 કાળવ્રત્તાંત 6:6

પણ હવે એ નગર તરીકે મેં યરૂશાલેમને અને ઇસ્રાએલી રાજા તરીકે દાઉદને પસંદ કર્યો છે.’

2 કાળવ્રત્તાંત 7:12

તેથી રાત્રે યહોવાએ તેને દર્શન આપ્યા અને કહ્યું, “મેં તમારી પ્રાર્થના સાંભળી છે અને મને હોમયજ્ઞ અર્પવા માટે આ સ્થાન પસંદ કર્યું છે.

2 કાળવ્રત્તાંત 7:16

કારણકે મારા સદાકાળના નિવાસસ્થાન માટે મેં આ મંદિરને પસંદ કરીને પવિત્ર કર્યુ છે. મારી આંખો અને મારું અંત:કરણ સદા અહીં જ રહેશે.

ગીતશાસ્ત્ર 78:68

પણ યહૂદા કુળને તથા જેના ઉપર તે પ્રેમ કરતા હતા તે સિયોન પર્વતને તેમણે પસંદ કર્યા.

ગીતશાસ્ત્ર 87:1

તેમણે તેનો પાયો પવિત્ર પર્વત પર સ્થાપન કર્યો છે.

ગીતશાસ્ત્ર 132:13

હે યહોવા, તમે સિયોનને તમારા નિવાસસ્થાન તરીકે પસંદ કર્યુ છે.

લૂક 9:53

પણ ત્યાના લોકોએ તેને આવકાર્યો નહિ કારણ કે તે યરૂશાલેમ જતો હતો.

Interlinear

Choose Theme