Home Bibles ☰ Books ન્યાયાધીશો 9:55 · ગુજરાતી બાઇબલ
ન્યાયાધીશો 9:55 · ગુજરાતી બાઇબલ

જ્યારે ઈસ્રાએલીઓએ જોયું કે અબીમેલેખનું મૃત્યુ થયું છે ત્યારે તેઓ પોતપોતાને ઘેર ચાલ્યા ગયા.

Cross references

2 શમએલ 18:16

પછી યોઆબે યુદ્ધનું રણશિંગડું વગાડી લશ્કરને ઇસ્રાએલીના લશ્કરનો પીછો કરતા રોક્યું. તેથી તેઓ પાછા ફર્યા.

2 શમએલ 20:21

વાત એમ નથી. પણ એફ્રાઇમના પર્વતીય પ્રદેશનો એક મૅંણસ, બિખ્રીનો પુત્ર શેબા છે, તેણે રાજા દાઉદ સામે બળવો કર્યો છે, તે મૅંણસ અમને સોંપી દો એટલે હું તમાંરા નગરનો ઘેરો ઉઠાવી લઈને નગરને શાંતિમાં રહેવા દઈશ.”એટલે પેલી સ્ત્રીએ કહ્યું, “જો એમ હોય તો તેનું માંથું અમે કોટ ઉપરથી તમાંરા તરફ નાખીશું,”

1 રાજઓ 22:35

દિવસ ચડતો ગયો તેમ તેમ યુદ્ધ વધુને વધુ ભીષણ બનતું ગયું અને રાજા તેના રથમાં અરામીઓ તરફ મોં કરીને ઢળેલો પડ્યો હતો, તેના ઘામાંથી લોહી વહીને રથમાં ભેગું થતું હતું, સાંજ થતાં તેણે દેહ છોડયો.

નીતિવચનો 22:10

ધમંડી વ્યકિતને હાંકી કાઢો એટલે ઝઘડો પણ સમી જશે. તકરાર અને લાંછનનો અંત આવશે.

Interlinear

Choose Theme