Home Bibles ન્યાયાધીશો 9:54 · ગુજરાતી બાઇબલ
ન્યાયાધીશો 9:54 · ગુજરાતી બાઇબલ

તેણે તરત જ પોતાના બખ્તર ઉપાડનાર નોકરને બૂમ માંરી અને કહ્યું, “મને તરવારથી માંરી નાખ જેથી એક સ્ત્રીએ અબીમેલેખને માંરી નાખ્યો છે એવું કોઈ કહે નહિ.” તે યુવાને તેને તરવાર ભોકી દીધી અને તે મૃત્યુ પામ્યો.

Cross references

ન્યાયાધીશો 4:9

તેણે જવાબ આપ્યો, “હું તારી સાથે જરૂર આવીશ;” પણ સીસરાને જીતવાનું શ્રેય તને મળશે નહિ, કારણ યહોવા સીસરાને એક સ્ત્રીના હાથમાં સોંપી દેનાર છે.”ત્યારબાદ દબોરાહ ઊભી થઈ અને બારક સાથે કેદેશ ગઈ.

1 શમુએલ 31:4

ત્યારે તેણે પોતાના બખ્તર ઉપાડનારને કહ્યું, “તારી તરવાર લે અને મને માંરી નાખ, નહિતર આ વિદેશીઓ આવશે અને મને ઇજા કરશે અને માંરી હાંસી ઉડાવશે.”પણ તે બખ્તર ઉપાડનાર ડરતો હતો અને તેને તેણે માંરી નાખવાની ના પાડી આથી શાઉલે પોતાની તરવાર લીધી અને પોતાને પોતાની તરવારથી માંરી નાખ્યો.

2 શમએલ 1:7

તેણે પાછા વળીને જોયું, અને મને જોઈને તેણે મોટે સાદે મને બૂમ પાડી, એટલે મેં કહ્યું કે હું આ રહ્યો.

2 શમએલ 1:9

તેણે મને વિનંતી કરી અને કહ્યું ‘તું આવ અને મને માંરી નાખ, કારણ કે હું ખરાબ રીતે ઘવાયેલો છું અને ગમે તેમ મરવાનો જ છું.’

Interlinear

Choose Theme