વાત એમ નથી. પણ એફ્રાઇમના પર્વતીય પ્રદેશનો એક મૅંણસ, બિખ્રીનો પુત્ર શેબા છે, તેણે રાજા દાઉદ સામે બળવો કર્યો છે, તે મૅંણસ અમને સોંપી દો એટલે હું તમાંરા નગરનો ઘેરો ઉઠાવી લઈને નગરને શાંતિમાં રહેવા દઈશ.”એટલે પેલી સ્ત્રીએ કહ્યું, “જો એમ હોય તો તેનું માંથું અમે કોટ ઉપરથી તમાંરા તરફ નાખીશું,”
Cross references
હારુનનો પુત્ર એલઆજાર મરણ પામ્યો ત્યારે તેને એફ્રાઈમના પર્વતીય પ્રદેશમાં તેના પુત્ર ફીનહાસને આપવામાં આવેલા ગિબયાહ નગરમાં દફનાવવામાં આવ્યો.
તેને ગાઆશ પર્વતની ઉત્તરે એફ્રાઈમના પહાડી પ્રદેશમાં આવેલી ભૂમિમાં જે તિમ્નાથ હેરેસની જમીન તેના હિસ્સામાં આવી હતી ત્યાં દફનાવવામાં આવ્યો.
પછી ગિદિયોને એફ્રાઈમના સમગ્ર પહાડી પ્રદેશમાં પોતાના સંદેશવાહકો મોકલ્યા અને જાહેર કરાવડાવ્યું કે, ઊતરી આવો, મિદ્યાનીઓનો સામનો કરો અને તેઓ નદી પાર ઊતરે તે પહેલા બેથબારાહથી યર્દન નદીના બધા પાણીવાળા સ્થળો કબજે કરી લો.”જેથી એફ્રાઈમના કુળસમૂહને ભેગું કરવામાં આવ્યું, અને તેમણે બેથબારાહ સુધીના યર્દન નદીના તમાંમ પાણીવાળા સ્થળો કબજો કરી લીધા.
જ્યારે ઈસ્રાએલીઓએ જોયું કે અબીમેલેખનું મૃત્યુ થયું છે ત્યારે તેઓ પોતપોતાને ઘેર ચાલ્યા ગયા.
તેણે મીખાહે તેના માંટે જે કંઈ કર્યુ હતું તે તેઓને કહી દીધું અને કહ્યું કે, “તેણે મને કામ રાખ્યો છે અને હું તેનો યાજક છું.”
પછી તેણે તેના માંણસોને કહ્યું, “માંરે તે પ્રમાંણે કરવું જોઈતું નહોતું. કારણ કે, તે યહોવાએ અભિષેક કરેલો રાજા છે,”
દાઉદે અબીશાયને કહ્યું, “શાઉલની હત્યા કરીશ નહિ, રાજા યહોવાનો પસંદ કરાયેલો છે, જે કોઇ તેની હત્યા કરશે તેને સજા થશે?
જયારે તે થાકેલો અને હતાશ હશે ત્યારે હું તેની પાસે જઇશ અને તેને ગભરાવીશ. અને તેના બધા માંણોસો ભાગી જશે અને હું જ રાજાને માંરી નાખીશ.
બિખ્રીને શેબા નામે એક પુત્ર હતો, જે એક બિન્યામીની હતો, અને દુષ્ટ અને સંતાપ આપનાર હતો, તેણે દાઉદ સામે રણશિંગું ફૂંકીને કહ્યું,“દાઉદ સાથે અમાંરે કોઇ સંબંધ નથી. યશાઇના પુત્ર સાથે અમાંરે કોઇ સંબંધ નથી! ઇસ્રાએલીઓ, તમે સૌ તમાંરે ઘેર જાઓ!”
યોઆબના ભાઈ સરૂયાનો પુત્ર અબીશાય ત્રણ શૂરવીરોમાં સૌથી વધારે શૂરવીર હતો. એક વખતે તેણે એકલા હાથે ત્રણસો માંણસોની સાથે યુદ્ધ કરી તેઓનો સંહાર કર્યો હતો. આ વીરતા ભરેલા કાર્યને લીધે આ ત્રણ શૂરવીરોમાં તે ખૂબ પ્રખ્યાત થયો.
તેણે કહ્યું, “બધું કુશળ છે. માંરા શેઠે મને મોકલ્યો છે. તેણે કહ્યું કે, ‘એફ્રાઈમના ટેકરી પ્રદેશના પ્રબોધકોના સમૂહમાંથી બે યુવાનો હમણાં જ આવ્યા છે, તેમને લગભગ 34 કિલો ચાંદી અને બે જોડી કપડાં જોઇએ છે.”
જયારે આ પત્ર તેમને પહોંચ્યો ત્યારે તેમણે રાજાના 70 રાજકુમારોને મારી નાખ્યા, અને તેમનાં માથાં ટોપલીઓમાં ભરીને યેહૂને યિઝએલ મોકલી આપ્યાં.
કારણકે દાનથી અને એફ્રાઇમના પર્વતો પરથી તમારા માટેના ચુકાદાની જાહેરાત થઇ ચૂકી છે.
હું ઇસ્રાએલને પાછો એના ચરાણમાં લઇ આવીશ, તે કામેર્લ પર્વત અને બાશાન પર ચઢશે. તેની ભૂખ એફ્રાઇમ અને ગિલ્યાદના ડુંગરો પર સંતોષાશે.”