Home Bibles ☰ Books ન્યાયાધીશો 19:26 · ગુજરાતી બાઇબલ
ન્યાયાધીશો 19:26 · ગુજરાતી બાઇબલ

પરોઢ થયું ત્યારે તે સ્ત્રી તેના ધણીના ઘરના દરવાજા આગળ ગઈ અને સવાર સુધી તે ત્યાં પડી રહી.

Cross references

ઊત્પત્તિ 18:12

એટલે સારા મનોમન હસી. તેને પોતાના પર વિશ્વાસ ન રહ્યો, તેણે પોતાની જાતને કહ્યું, “હું અને માંરો પતિ બંન્ને વૃદ્વ છીએ. હું બાળકને જન્મ આપવા માંટેની ઉમર વટાવી ચૂકી છું.”

ન્યાયાધીશો 19:3

તેનો પતિ તેને સમજાવીને પાછી લાવવા માંટે એક નોકરને અને બે ગધેડાંને લઈને તેની પાછળ ગયો. જ્યારે તે તેને ઘેર પહોંચ્યો ત્યારે તે તેને પોતાના પિતાના ઘેર લઈ ગઈ; જ્યારે તેના પિતાએ તેને જોયો તેને મળીને તેને ખૂબ આનંદ થયો.

ન્યાયાધીશો 19:27

સવારમાં તેના ધણી લેવીએ ફરી પ્રવાસે જવા માંટે તેણે બારણું ઉધાડયું, તો તેણે પોતાની ઉપપત્નીને ઘરના બારણાં આગળ પડેલી જોઈ. તેના હાથ બારણાના ઉંબરા પર પડેલા હતાં.

1 પિતરનો પત્ર 3:6

હું સારા જેવી સ્ત્રીની વાત કરું છું. તે પોતાના પતિ ઈબ્રાહિમને આજ્ઞાંકિત રહી અને તેને પોતાનો સ્વામી ગણ્યો. અને જો તમે હંમેશા યોગ્ય વર્તન કરો અને ભયભીત ન બનો તો તમે પણ સારાનાં સાચાં સંતાન છો.

Interlinear

Choose Theme