Home Bibles 1 પિતરનો પત્ર 3:6 · ગુજરાતી બાઇબલ
1 પિતરનો પત્ર 3:6 · ગુજરાતી બાઇબલ

હું સારા જેવી સ્ત્રીની વાત કરું છું. તે પોતાના પતિ ઈબ્રાહિમને આજ્ઞાંકિત રહી અને તેને પોતાનો સ્વામી ગણ્યો. અને જો તમે હંમેશા યોગ્ય વર્તન કરો અને ભયભીત ન બનો તો તમે પણ સારાનાં સાચાં સંતાન છો.

Cross references

ઊત્પત્તિ 18:12

એટલે સારા મનોમન હસી. તેને પોતાના પર વિશ્વાસ ન રહ્યો, તેણે પોતાની જાતને કહ્યું, “હું અને માંરો પતિ બંન્ને વૃદ્વ છીએ. હું બાળકને જન્મ આપવા માંટેની ઉમર વટાવી ચૂકી છું.”

ઊત્પત્તિ 18:15

પરંતુ સારાએ કહ્યું, “હું હસી નહોતી.” (એણે એમ કહ્યું, કારણકે તે ડરી ગઈ હતી.) પરંતુ યહોવાએ કહ્યું, “ના, હું જાણું છું કે, તારું કહેવું સાચું નથી. તું સાચે જ હસી હતી.”

ન્યાયાધીશો 19:26

પરોઢ થયું ત્યારે તે સ્ત્રી તેના ધણીના ઘરના દરવાજા આગળ ગઈ અને સવાર સુધી તે ત્યાં પડી રહી.

યશાયા 57:11

તું કોનાથી આટલી બધી ગભરાય છે? કે તું અસત્ય બોલી? તું મને કેવી રીતે ભૂલી ગઇ અને મારો સહેજ પણ વિચાર કર્યો નહિ? શું હું લાંબા સમય સુધી શાંત રહ્યો એટલે તું મારો ડર રાખતી નથી?

દારિયેલ 3:16

શાદ્રાખ, મેશાખ અને અબેદનગોએ જવાબ આપ્યો, “હે નબૂખાદનેસ્સાર રાજા, અમારું શું થશે એની અમે ચિંતા કરતા નથી.

માથ્થી 26:69

તે સમયે, પિતર પરસાળમાં બેઠો હતો. એક સેવિકા પિતર પાસે આવી. તેણે કહ્યું, “તું પણ ગાલીલના ઈસુની જોડે હતો.”

પ્રેરિતોનાં ક્રત્યો 4:8

પછી પવિત્ર આત્માથી ભરપૂર થઈને પિતરે તેઓને કહ્યું, “લોકોના આગેવાનો અને વડીલ આગેવાનો:

પ્રેરિતોનાં ક્રત્યો 4:19

પણ પિતર અને યોહાને તેઓને જવાબ આપ્યો, “તમારી દ્દષ્ટિએ શું યોગ્ય છે? દેવ શું ઈચ્છે છે? અમારે દેવને કે તમને તાબે થવું?

રોમનોને પત્ર 9:7

અને ઈબ્રાહિમના વંશજોમાં ફક્ત થોડાક માણસો જ તમારાં દેવનો સાચાં સંતાનો છે. દેવે ઈબ્રાહિમને આમ કહ્યું હતું: “ઈસહાક જ તારો કાયદેસરનો દીકરો ગણાશે.”

ગલાતીઓને પત્ર 4:22

પવિત્રશાસ્ત્ર કહે છે કે ઈબ્રાહિમને બે પુત્રો હતા. એક પુત્રની મા ગુલામ સ્ત્રી હતી. બીજા પુત્રની મા મુક્ત સ્ત્રી હતી.

1 પિતરનો પત્ર 3:14

પરંતુ સત્કર્મ કરવા છતાં પણ તમારે દુ:ખ સહન કરવું પડે. જો આમ થાય તો તમને ધન્ય છે. તમને દુ:ખી કરનાર લોકોથી ગભરાશો નહિ કે મુશ્કેલી અનુભવશો નહિ.

Interlinear

Choose Theme