Home Bibles ☰ Books ન્યાયાધીશો 19:25 · ગુજરાતી બાઇબલ
ન્યાયાધીશો 19:25 · ગુજરાતી બાઇબલ

છતાં તેઓએ તેનું કહેવું સાંભળ્યું નહિ, તેથી તેણે તેની ઉપપત્નીને તેઓ પાસે બહાર જવા ફરજ પાડી, તેઓએ આખી રાત તેના ઉપર બધાએ વારા ફરતી અત્યાચાર કર્યોને તેના ઉપર બળાત્કાર કર્યો. અને જ્યારે સવાર થઈ ત્યારે તેને જવા દીધી.

Cross references

ઊત્પત્તિ 4:1

આદમ અને તેની પત્ની હવા વચ્ચે જાતિય સંબંધ થયો અને તે ગર્ભવતી થઈ અને એક બાળકને જન્મ આપ્યો. જેનું નામ તેઓએ ‘કાઈન’ રાખ્યું. હવાએ કહ્યું, “યહોવાની સહાયથી મને પુત્ર મળ્યો છે.”

ચર્મિયા 5:7

દેવે કહ્યું, “હું તેમને કંઇ રીતે માફી આપું? તમારા બાળકોએ મને છોડી દીધો છે અને મૂર્તિઓના નામે વચન આપ્યા છે. મેં તેમને તેમના પેટ ભરાય ત્યાં સુધી ખવડાવ્યું, પણ તેઓ વ્યભિચારી નીકળ્યાં. અને વેશ્યાઓનાં ઘરોમાં ભટકવા લાગ્યા.

હોશિયા 7:4

તેઓ બધા જ વ્યભિચારીઓ છે; તેઓ સળગતી ભઠ્ઠી જેવા છે અથવા એ ભઠિયારા જેવા છે, જે લોટને મસળે ત્યારથી તેને ખમીર ચઢે ત્યાં સુધી આગને સંકોરતા નથી.

હોશિયા 9:9

ઘણા સમય પહેલાં ગિબયાહમાં જે પુરુષો હતા, તેઓ ખરાબ રીતે વર્તતા અને ષ્ટતામાં ઊંડા ઉતરી ગયા હતા. યહોવા તેમના અપરાધો સંભારશે અને તેમના પાપોની સજા કરશે.”

હોશિયા 10:9

યહોવા કહે છે,”ઇસ્રાએલના લોકોએ ગિબયાહના લોકોની જેમ પાપ કર્યુ, અને તેઓએ પાપ કરવાનું ચાલું રાખ્યું. શું ગિબિયાહમાં દુષ્ટ કૃત્યો કરનારાઓ પર યુદ્ધ અચાનક નહોતું આવી પડ્યું?

એફેસીઓને પત્ર 4:19

તેઓએ શરમની લાગણી વિના સર્વ પ્રકારના દુષ્કર્મ કરવાને આતુરતાથી પોતાને સોંપી દીધા છે.

Interlinear

Choose Theme