Home Bibles ન્યાયાધીશો 11:23 · ગુજરાતી બાઇબલ
ન્યાયાધીશો 11:23 · ગુજરાતી બાઇબલ

“આ રીતે, ઈસ્રાએલના દેવ યહોવાએ પોતાના લોકો ઈસ્રાએલીઓને માંટે અમોરીઓનો દેશ લઈ લીધો હતો અને હવે તેઓ તેના વારસદાર છે. અને તમે એ દેશ પાછો લેવા માંગો છો?

Cross references

ઊત્પત્તિ 48:22

પરંતુ મે તને તારા ભાઈઓ કરતાં એક ભાગ વધારે આપ્યો છે, શખેમ પહાડ આપું છું જે મેં અમોરીઓ પાસેથી માંરી તરવાર તથા માંરા ધનુષ્યની તાકાતથી એ જીતી લીધો હતો.”

યહોશુઆ 5:1

જયારે યર્દન નદીના પશ્ચિમ કાંઠાના બધા કનાની રાજાઓએ તથા અમોરી રાજાઓએ સાંભળ્યું કે ઇસ્રાએલીઓ યર્દન નદીને ઓળંગી ગયા ત્યાં સુધી યહોવાએ તેનાં પાણી સૂકવી નાખ્યાં હતાં, ત્યારે તેઓ હિમ્મત હારી ગયા અને ઇસ્રાએલીઓથી ભયભીત થઈ ગયાં.

2 કાળવ્રત્તાંત 20:11

અને હવે જો, એ લોકોનો નાશ ન કર્યો, જો, તમે અમને જે તમારા વતનનો વારસો આપ્યો છે તેમાંથી અમને કાઢી મૂકવાને તેઓ આવ્યા છે, જો, તેઓ અમને કેવો બદલો આપે છે!

Interlinear

Choose Theme