Home Bibles ન્યાયાધીશો 11:24 · ગુજરાતી બાઇબલ
ન્યાયાધીશો 11:24 · ગુજરાતી બાઇબલ

તમાંરા દેવ કમોશે તમને જે આપ્યો છે તે દેશ તમે રાખો, અને અમે અમાંરા દેવ યહોવાએ અમને જે આપ્યો છે તે દેશ અમે રાખીશું.

Cross references

ગણના 21:29

આ શી તમાંરી દશા! મોઆબ તને દિલગીરી! કમોશના ભજનિકોનો નાશ! નિરાશ્રિત બનાવ્યો તને તારા દેવે, દિલગીરી! અને તમાંરી સ્ત્રીઓ બની, અમોરીઓના રાજા સીહોનની કેદી, દિલગીરી!

પુનર્નિયમ 9:4

“તમાંરા દેવ યહોવા તેમને તમાંરી આગળથી હાંકી કાંઢે ત્યારે તમે એમ ન માંની લેશો કે, ‘અમે સારા છીએ તેથી યહોવાએ અમને આ પ્રદેશનો કબજો અપાવ્યો છે.’ એ લોકો દુષ્ટ છે તેથી યહોવા તેઓને હાંકી કાઢે છે.”

પુનર્નિયમ 18:12

જે લોકો આવાં કામો કરે છે તેઓને યહોવા ધિક્કારે છે, અને આવા ધિક્કારપાત્ર રિવાજોને કારણે જ તમાંરા દેવ યહોવા એ પ્રજાઓને તમાંરા માંર્ગમાંથી દૂર કરે છે.

યહોશુઆ 3:10

આજે તમે ખાતરીપૂર્વક જાણશો કે જીવંત યહોવા તમાંરી મધ્યે વસે છે. આ દેશમાં વસતી પ્રજાઓ કનાનીઓ, હિત્તીઓ, હિવ્વીઓ, પરિઝઝીઓ, ગિર્ગાશીઓ, અમોરીઓ તથા યબૂસીઓને તે અચૂક હાંકી કાઢશે અને તમે તે દેશના માંલિક થશો.

યહોશુઆ 21:43

આમ યહોવાએ ઇસ્રાએલીઓને સર્વ પ્રદેશ આપી દીધો જે તેણે તેઓને આપવાનું તેઓના પિતૃઓને વચન આપ્યું હતું તેઓ આવ્યાં અને તેની માંલિકી લીધી અને ત્યાં સ્થાયી થયાં.

ન્યાયાધીશો 2:1

એક દિવસ યહોવાએ પોતાના દેવદૂતને ગિલ્ગાલથી બોખીમ મોકલ્યો અને ઈસ્રાએલીઓને કહ્યું, “મેં તમને મિસરમાંથી બહાર કાઢયા છે અને તમાંરા પિતૃઓને મેં વચન આપ્યું હતું તે પ્રમાંણે આ ભૂમિ તમને આપી છે, મેં તમને આપેલું વચન ક્યારેય તોડીશ નહિ,

1 રાજઓ 11:7

એ વખતે સુલેમાંને મોઆબના ધિક્કારપાત્ર દેવ કમોશ માંટે અને આમ્મોનીઓના ધિક્કારપાત્ર દેવ મોલેખ માંટે યરૂશાલેમની નજીક આવેલા પર્વતના શિખર પર એક ઉચ્ચ સ્થાન બંધાવ્યું.

ગીતશાસ્ત્ર 44:2

વિદેશીઓની પ્રજાને, તમે તમારા હાથે હાંકી કાઢી, ઇસ્રાએલીઓને એક છેડાથી બીજા છેડા સુધી તેઓને ત્યાં વસાવ્યા હતા.

ગીતશાસ્ત્ર 78:55

અને તેમણે અન્ય રાષ્ટોને તે જમીનમાંથી આગળ કાઢી મૂક્યા. ઇસ્રાએલનાં પ્રત્યેક કુટુંબસમુહને કાયમ વસવાટ કરવા માટે જમીનનો હિસ્સો આપ્યો.

ચર્મિયા 48:7

હા, તમે પોતાની સંપત્તિ અને આવડત પર નિર્ભર રહ્યાં છો, તમે પણ નાશ પામશો, તમારા મૂંગા દેવ કમોશ દેશવટે જશે, તેના યાજકો અને અમલદારો તેની સાથે જશે.

ચર્મિયા 48:46

હે મોઆબ, આ તે તમારી કેવી દશા! હે મોઆબના લોકો! હે કમોશદેવના ભકતો, તમારું આવી બન્યું! કારણ, તમારાં પુત્રો અને પુત્રીઓને કેદ પકડીને દેશવટે લઇ જવામાં આવ્યા છે.”

મીખાહ 4:5

પ્રત્યેક પ્રજાઓ પોતપોતાના દેવના નામ પર શ્રદ્ધા રાખીને ચાલે છે, અને અમે પણ સર્વકાળ હંમેશા, અમારા સૈન્યોનો દેવ યહોવા દેવના નામ પર શ્રદ્ધા રાખીને ચાલીશું.

Interlinear

Choose Theme