Home Bibles યશાયા 8:12 · ગુજરાતી બાઇબલ
યશાયા 8:12 · ગુજરાતી બાઇબલ

“કહેવાતા કાવતરાઁની જેનાથી આ લોકો ડરે છે, ચિંતા કરશો નહિ તે લોકો જેનો ડર રાખે છે, તેનાથી ગભરાશો નહિ:

Cross references

યહોશુઆ 1:9

મેં તને બળવાન અને હિમ્મતવાન થવા આજ્ઞા કરી હતી. તેથી ભયભીત કે નાહિંમ્મત થઈશ નહિ કારણ હું તારો દેવ યહોવા છું. યહોશુઆ જ્યાં ક્યાંય તું જાય છે ત્યાં તારો દેવ, હું તારી સાથે છું.

યહોશુઆ 10:7

આથી યહોશુઆ પોતાના લશ્કરના બધા શૂરવીર યોદ્ધાઓને લઈને ગિલ્ગાલથી ત્યાં પહોંચી ગયો.

2 રાજઓ 16:5

આ સમય દરમ્યાન અરામના રાજા રસીન અને ઇસ્રાએલના રાજા પેકાહ બિન રમાલ્યાએ યરૂશાલેમ પર ચડાઈ કરી આહાઝને ઘેરી લીધો, પણ તેને નમાવી ન શકયા.

2 રાજઓ 17:39

તારે કેવળ યહોવાની ભકિત કરવી, એ જ એક એવો છે જે તને તારા સર્વ શત્રુઓથી બચાવશે.”

ગીતશાસ્ત્ર 53:5

જોકે કશું ડરવા જેવું નહિ હોય ત્યાં તેઓ અચાનક ભયભીત થઇ જશે. દેવે તે બધા દુષ્ટ લોકોને નકાર્યા છે. તેથી દેવના લોકો તેમને હરાવશે, અને દેવ તે દુષ્ટ લોકોના હાડકાઁને વિખેરી નાખશે.

યશાયા 7:2

જ્યારે યહૂદાના રાજાને એ સમાચાર મળ્યા કે, “અરામીઓએ એફ્રાઇમ લોકો સાથે જોડાણ કર્યું છે.” ત્યારે રાજા અને પ્રજાના હૈયા વનનાં વૃક્ષો પવનથી ધ્રુજે એમ ૂજવા લાગ્યાં.

યશાયા 30:1

યહોવા કહે છે કે, “બંડ કરનારા મારા બાળકોને અફસોસ! તેઓ યોજનાઓ ઘડે છે છતાં તે મારી યોજના નથી; તેઓ સંધિઓ કરે છે પણ તે મારા માન્ય કરેલી નથી. તેઓ પાપ ઉપર પાપ ઉમેરવા સારુ પેયાર્પણ રેડે છે, પણ તેઓ મારા આત્માને અનુસરતા નથી;

યશાયા 51:12

યહોવા કહે છે, “તમને હિંમત આપનાર હું પોતે બેઠો છું. ર્મત્ય માણસથી, તરણા જેવા માણસથી ભયભીત થવાનું શું કારણ છે?”

યશાયા 57:9

તેં સુગંધીદાર ધૂપ તથા અત્તર મોલેખ દેવને ભેટ તરીકે અર્પણ કર્યા છે. સંદેશવાહકોને દૂર દૂરના શેઓલમાં મોકલે છે.

માથ્થી 28:2

તે સમયે ત્યાં ભયંકર ધરતીકંપ થયો અને પ્રભુનો એક દૂત આકાશમાંથી ઉતર્યો અને કબરના પ્રવેશદ્વાર આગળથી પથ્થર ગબડાવી તેના ઉપર બેઠો.

લૂક 12:4

પછી ઈસુએ લોકોને કહ્યું, “હું તમને કહું છું, મારા મિત્રો, લોકોથી ડરો નહિ, લોકો શરીરને મારી શકે છે, પણ તે પછી તેઓ તમને ઇજા કરતાં વધારે કઈ કરી શકશે નહિ.

લૂક 21:9

જ્યારે તમે યુદ્ધો તથા હુલ્લડોની અફવાઓ સાંભળો ત્યારે બીશો નહિ. આ બાબતો પ્રથમ બનશે પણ તેનો અંત પાછળથી આવશે.”

1 પિતરનો પત્ર 3:14

પરંતુ સત્કર્મ કરવા છતાં પણ તમારે દુ:ખ સહન કરવું પડે. જો આમ થાય તો તમને ધન્ય છે. તમને દુ:ખી કરનાર લોકોથી ગભરાશો નહિ કે મુશ્કેલી અનુભવશો નહિ.

Interlinear

Choose Theme