Home Bibles યહોશુઆ 22:12 · ગુજરાતી બાઇબલ
યહોશુઆ 22:12 · ગુજરાતી બાઇબલ

આ સમાંચાર સાંભળીને ઇસ્રાએલીઓનો સમગ્ર સમાંજ તેઓની સામે યુદ્ધ કરવા જવાની તૈયારી માંટે શીલોહમાં ભેગો થયો.

Cross references

પુનર્નિયમ 13:15

તો તમાંરે નગરના બધા રહેવાસીઓ તથા નગરનો અને તેમાં રહેતાં સૌ ઢોરઢાંખરની હત્યા કરવી; ને તે માંટે કોઈ પણ જાતનો વિલંબ કર્યા વિના નગર વિરુદ્ધ યુદ્ધ જાહેર કરવું.

યહોશુઆ 18:1

સમગ્ર ઇસ્રાએલી લોકો શીલોહમાં એકત્ર થયા અને તેમણે મુલાકાતમંડપ ઉભો કર્યો, હવે બધાં ક્ષેત્રો જીતાઈ ગયા હતા અને તેમના તાબામાં હતા.

યહોશુઆ 22:15

તેઓ રૂબેનના, ગાદના અને અર્ધા મનાશ્શાની ટોળીના લોકો પાસે ગિલયાદમાં ગયા અને તેમણે કહ્યું,

યહોશુઆ 22:32

ત્યારબાદ ફીનહાસ અને આગેવાનોએ રૂબેન અને ગાદના વંશના લોકોને ગિલયાદમાં છોડીને પાછા કનાન જઈ લોકોને બધી વાત કહી સંભળાવી.

ન્યાયાધીશો 20:1

ઉત્તરે દાનથી માંડીને દક્ષિણે બેરશેબા પ્રદેશ સુધીના ઈસ્રાએલના સમગ્ર દેશમાંથી અને પૂર્વના ગિલયાદથી સર્વ લોકો મિસ્પાહ મુકામે યહોવા સમક્ષ એકત્ર થયાં.

ન્યાયાધીશો 20:2

ઈસ્રાએલી લોકોની આ સભામાં ઈસ્રાએલના સર્વ કુળસમૂહોના વડા હતાં. 4,00,000 તરવાર સાથે હથિયારબંધ સૈનિકો હતાં.

પ્રેરિતોનાં ક્રત્યો 11:2

પરંતુ જ્યારે પિતર યરૂશાલેમ આવ્યો. કેટલાક યહૂદિ વિશ્વાસીઓએ તેની સાથે દલીલો કરી.

રોમનોને પત્ર 10:2

યહૂદિઓ વિષે હું આ કહી શકું છું કે: તેઓ દેવને અનુસરવાનો ખરેખર પ્રયત્ન કરે છે. પરંતુ સાચો માર્ગ તેઓ જાણતા નથી.

ગલાતીઓને પત્ર 4:17

તમને સમજાવવા તે લોકો ઘણો પરિશ્રમ કરે છે. પણ એ તમારા પોતાના ભલા માટે નથી. અમારી વિરુંદ્ધ જવા તે લોકો તમને સમજાવે છે. તેઓ માત્ર તેમને જ અને બીજા કોઈને નહિ અનુસરો તેવું ઈચ્છે છે.

Interlinear

Choose Theme