Home Bibles યહોશુઆ 22:13 · ગુજરાતી બાઇબલ
યહોશુઆ 22:13 · ગુજરાતી બાઇબલ

પછી ઇસ્રાએલીઓએ યાજક એલઆજારના પુત્ર ફીનહાસને ગિલયાદ પ્રાંતમાં રૂબેન, ગાદ અને મનાશ્શાના અર્ધા વંશના લોકો પાસે મોકલ્યો.

Cross references

નિર્ગમન 6:25

હારુનના પુત્ર એલઆઝારે પૂટીએલની પુત્રી સાથે લગ્ન કર્યા અને તેણે ફીનહાસને જન્મ આપ્યો. આ બધાજ પૂર્વપુરુષો લેવી વંશના પરિવારના હતા.

ગણના 25:7

તેથી યાજક હારુનના પુત્ર એલઆઝારનો પુત્ર ફીનહાસ આ જોઈને સભામાંથી ઊભો થઈ ગયો અને પોતાના હાથમાં ભાલો લીધો.

ગણના 25:11

“હારુન યાજકના પુત્ર એલઆઝારના પુત્ર ફીનહાસે ઇસ્રાએલીઓ પરનો માંરો ક્રોધ શાંત કર્યો, એ લોકોમાં માંરા પ્રત્યેની નિષ્ઠાનો અભાવ જોઈ એણે એટલો બધો રોષ વ્યક્ત કર્યો, માંરો ક્રોધ શમી ગયો, જેથી મેં એમનો નાશ ન કર્યો.

ગણના 32:1

ઇસ્રાએલી પ્રજા યાઝેર અને ગિલયાદના પ્રદેશમાં આવી, રૂબેન અને ગાદના કુળસમૂહો પાસે ઘેટાનાં મોટાં મોટાં ઘણ હતા. તેમણે જોયું કે આ પ્રદેશ ઢોરઢાંખરના ઉછેર માંટે ઉત્તમ અને અનુકુળ છે.

પુનર્નિયમ 13:14

તેથી તમાંરે તેની પૂરેપૂરી તપાસ કરવી, જો તમને લાગે કે તે સાચું છે અને આવી ભયંકર બાબત દેવે તમને જે નગરો આપ્યાં છે તેમાંના એક નગરમાં બની રહી છે,

ન્યાયાધીશો 20:12

પછી ઈસ્રાએલના કુળસમૂહોએ તેના માંણસોને બિન્યામીનના કુળસમૂહ પાસે મોકલ્યા, જેઓએ તેમને કહ્યું, “જુઓ તમાંરા લોકોમાં આ ભયંકર કૃત્ય જે થયું છે!

ન્યાયાધીશો 20:28

એલઆઝારનો પુત્ર તથા હારુનનો પૌત્ર ફીનહાસ યાજક હતો. ઈસ્રાએલીઓએ યહોવાને પૂછયું, “અમાંરે ફરીથી જઈને અમાંરા ભાઈઓ સામે બિન્યામીનમાં લડાઈ કરવી કે અમાંરે તેઓ સામે લડવાનું બંધ કરવું?યહોવાએ જવાબ આપ્યો, “જાઓ, કાલે બિન્યામીનને હું તમાંરા હાથમાં સોંપી દઈશ.”

1 કાળવ્રત્તાંત 9:20

ત્યારે એલઆઝારનો પુત્ર ફીનહાસ તેઓનો પ્રથમ ઉપરી હતો અને યહોવા તેની સાથે હતો.

એઝરા 7:5

બુક્કી અબીશુઆનો પુત્ર હતો. અબીશુઆ ફીનહાસનો પુત્ર હતો; ફીનહાસ એલઆઝારનો પુત્ર હતો; એલઆઝાર પ્રમુખ યાજક હારુનનો પુત્ર હતો.

ગીતશાસ્ત્ર 106:30

ફીનહાસે પ્રાર્થના કરી ત્યાં સુધી; તે ચાલુ રહ્યો અને પછી પ્લેગ અટકી ગયો હતો.

નીતિવચનો 20:18

દરેક યોજના સલાહથી પરિપૂર્ણ થયેલી છે માટે શાણી સલાહ પ્રમાણે તમારે યુદ્ધ કરવું.

નીતિવચનો 25:9

તારા પડોશી સાથેના વિવાદનું જરૂર તું નિરાકરણ કર, પણ બીજા કોઇની ગુપ્ત વાત ખુલ્લી ન કરતો.

માથ્થી 18:15

“જો તારો ભાઈ અથવા બહેન તારું કાંઈ ખરાબ કરે તો તેની પાસે જા અને તેને સમજાવ. જો તારું સાંભળીને ભૂલ કબૂલ કરે તો જાણજે કે તેં તારા ભાઈને જીતી લીધો છે.

Interlinear

Choose Theme