Home Bibles પુનર્નિયમ 13:15 · ગુજરાતી બાઇબલ
પુનર્નિયમ 13:15 · ગુજરાતી બાઇબલ

તો તમાંરે નગરના બધા રહેવાસીઓ તથા નગરનો અને તેમાં રહેતાં સૌ ઢોરઢાંખરની હત્યા કરવી; ને તે માંટે કોઈ પણ જાતનો વિલંબ કર્યા વિના નગર વિરુદ્ધ યુદ્ધ જાહેર કરવું.

Cross references

નિર્ગમન 22:20

“માંરા સિવાય એટલે કે યહોવા સિવાય બીજા કોઈ પણ દેવને યજ્ઞ કરે અને આહુતિ આપે તો તે વ્યક્તિનું નામનિશાન રહેવા દેવું નહિ.”

નિર્ગમન 23:24

“તે લોકોના દેવોની પૂજા કરવી નહિ, તેમની આગળ નમવું નહિ. તમાંરે તે લોકોની જેમ રહેવાનું નથી; તમાંરે તેઓની મૂર્તિઓને ઉથલાવી પાડવાની છે. અને તે લોકોના સ્તંભોના ભાંગીને ભુક્કા કરી નાખવાના છે.

લેવીય 27:28

“પરંતુ યહોવાને માંત્ર કરેલું કોઈ પણ અર્પણ પછી તે માંણસ હોય, પ્રાણી અથવા વારસામાં મળેલું ખેતર, તો તેને વેચી અથવા છોડાવી શકાય નહિ. કારણ તે યહોવાને પરમપવિત્ર અર્પણ છે,

પુનર્નિયમ 2:34

ત્યારબાદ આપણે તેનાં બધાં શહેરો કબજે કર્યા, અને દરેક શહેરમાંના બધાં જ સ્ત્રી, પુરુષો અને બાળકોની હત્યા કરી, કોઈનેય જીવતા રહેવા ન દીધા;

પુનર્નિયમ 7:2

તમાંરા દેવ યહોવા એ પ્રજાઓને તમાંરે હવાલે સોંપી દેશે. અને તમે તેમનો પરાજય કરશો, તે વખતે તમાંરે તેમનો પૂર્ણ વિનાશ કરવો. તમાંરે તેમની સાથે દયા રાખવી નહિ કે કરાર કરવો નહિ.

પુનર્નિયમ 7:16

યહોવા તમાંરા દેવ તમને જે બધી પ્રજાઓને સોંપવાના છે, તેઓનો નાશ કરો. તેઓના પ્રત્યે સહાનુ-ભૂતિ ન અનુભવો અને તેઓના દેવોને ન પૂજો, જો તમે તેમ કરશો તો તમે ફસાઇ જશો.

પુનર્નિયમ 17:4

અને તમને એ વાતની ખબર પડે તો તમાંરે તેની કાળજીપૂર્વક તપાસ કરવી. અને જો એ વાત સાચી ઠરે અને એવું સાબિત થાય કે, એવી ઘૃણાપાત્ર ઘટના ઇસ્રાએલમાં બનવા પામી છે,

યહોશુઆ 6:17

એ નગર તથા તેમાંનું બધુંજ યહોવાનું છે, કેવળ રાહાબ વારાંગના અને તેના ઘરના માંણસો સિવાયની પ્રત્યેક વ્યક્તિને માંરી નાખજો, કારણ કે તેણે આપણે મોકલેલા જાસૂસોને રક્ષણ આપ્યું હતું.

યહોશુઆ 6:24

પછી તેઓએ નગર અને તેમાંનું સઘળું બાળી મૂક્યું. ફકત સોના-રૂપાની અને પિત્તળની અને લોઢાની વસ્તુઓ યહોવાના ભંડારમાં મૂકવામાં આવી હતી.

ન્યાયાધીશો 20:3

બિન્યામીનીઓને સમાંચાર મળ્યા હતાં કે ઈસ્રાએલી મિસ્પાહમાં ભેગા થયા છે. ઈસ્રાએલીઓએ પૂછયું, “આ અધમ કૃત્ય કેવી રીતે કરવામાં આવ્યું, તે અમને જણાવો.”

ન્યાયાધીશો 20:48

ત્યાર પછી ઈસ્રાએલી સૈન્ય તેઓની પાછળ ગયું; બાકી રહેલા બિન્યામીનના કુળસમૂહ ઉપર હુમલો કર્યો અને નગરના સર્વ લોકો, પશુઓ પણ અને જે કોઈ તેઓને મળ્યું બધાને માંરી નાખ્યા. તેઓએ રસ્તામાં આવતા બધાં ગામોને પણ બાળી નાખ્યા.

એઝરા 10:16

તેથી બંધકોએ પણ તે પ્રમાણે કર્યુ. યાજક એઝરાએ તે તે કુટુંબના પ્રતિનિધિ તરીકે કેટલાંક કુટુંબના વડાઓને પસંદ કર્યા અને તેમનાં નામની યાદી બનાવી. દશમા મહિનાના પહેલા દિવસે તેમણે આ બાબતની તપાસ શરૂ કરી

પ્રકટીકરણ 17:16

તે જે દસ શિંગડાંઓ અને પ્રાણી જોયાં તેઓ તે વેશ્યાને ધિક્કારશે. તેઓ તેની પાસેથી બધું જ લઈ લેશે અને તેને નગ્ર છોડી દેશે. તેઓ તેના શરીરને ખાશે અને તેને અગ્નિ વડે બાળી નાખશે.

પ્રકટીકરણ 18:18

તેઓએ તેના બળવાનો ધૂમાડો જોયો. તેઓએ મોટે સાદે કહ્યું કે: ‘ત્યાં આના જેવું મહાન નગર કદાપિ હતું નહિ!’

પ્રકટીકરણ 19:2

તેના ન્યાય ચૂકાદા સત્ય તથા બરાબર છે. આપણા દેવે વેશ્યાને શિક્ષા કરી છે. તેણે દુનિયાને તેનાં વ્યભિચારનાં પાપથી ભ્રષ્ટ કરી. આપણા દેવે વેશ્યાને શિક્ષા કરી છે અને તેના સેવકોના લોહીનો બદલો તેની પાસેથી લીધો છે.”

Interlinear

Choose Theme