કહાથનું કુટુંબ યાજક હારુન જે લેવી કુળસમૂહનો હતો, તેના વંશજો હતા. કહાથ કુટુંબના થોડા ભાગને 13 નગરો આપવામાં આવ્યાં હતાં જે પ્રદેશ યહૂદા, શિમયોન તથા બિન્યામીન કુળસમૂહઓની માંલિકીનો હતો.
Cross references
લેવીના પુત્રો: ગેર્શોન, કહાથ અને મરારી હતા. તેઓ એમને નામે ઓળખાતાં પરિવારોના પૂર્વપુરુષો હતા. લેવીનું આયુષ્ય 137 વર્ષનું હતું.
આમ્રામ પોતાની ફોઈ યોખેબેદ સાથે પરણ્યો, અને તેને હારુન અને મૂસાના જન્મ થયા. આમ્રામનું આયુષ્ય 137 વર્ષનું હતું.
આ રીતે ઇસ્રાએલીઓને યહોવાએ મૂસા માંરફતે જણાવ્યા મુજબ ચિઠ્ઠીઓ નાખીને લેવીઓને આ નગરો અને તેનાં ગૌચરો ફાળવી આપ્યાં.
તેઓએ આપેલા શહેરો યહૂદા અને શિમયોનની ટોળીઓ પાસેથી મેળવ્યાં:
હારુનનો પુત્ર એલઆજાર મરણ પામ્યો ત્યારે તેને એફ્રાઈમના પર્વતીય પ્રદેશમાં તેના પુત્ર ફીનહાસને આપવામાં આવેલા ગિબયાહ નગરમાં દફનાવવામાં આવ્યો.
હેમાનનો મદદનીશ, અને સાથીદાર આસાફ હતો, તે તેને જમણે હાથે ઊભો રહેતો હતો. આસાફના પૂર્વજો: તેનો બેરેખ્યાનો પુત્ર, તેનો શિમઆનો પુત્ર હતો.
આ એ જગ્યાઓ છે જ્યાં હારુનના વંશજો રહેતા હતા; તેમની સીમાઓની અંદર ચિઠ્ઠીઓ ફેંકીને કહાથીઓને રહેઠાણો માટે એક ભાગ આપવામાં આવ્યો હતો.