Home Bibles યહોશુઆ 2:3 · ગુજરાતી બાઇબલ
યહોશુઆ 2:3 · ગુજરાતી બાઇબલ

પછી યરીખોના રાજાએ રાહાબપસે માંણસો મોકલ્યાં અને તેનો તેણીને સંદેશ હતો: “જે માંણસો તારે ત્યાં આવીને તારા ઘરમાં રહેલા છે તેમને બહાર કાઢ, કારણ કે એ લોકો આપણા દેશમાં જાસૂસી કરવા આવેલા છે.”

Cross references

ઊત્પત્તિ 38:24

આસરે ત્રણ મહિના બાદ યહૂદાને જાણ થઈ કે, “તારી પુત્રવધૂએ તામાંરે વ્યભિચાર કર્યો છે, પરિણામે તે ગર્ભવતી થઈ છે.”તેથી યહૂદાએ કહ્યું, તેને બહાર લાવીને બાળી નાખો.”

ઊત્પત્તિ 42:9

પોતાને એ લોકો વિષે જે સ્વપ્નો આવ્યા હતાં તેનું સ્મરણ થયું.અને યૂસફે તેમને કહ્યું, “તમે જાસૂસ છો; દેશનાં છિદ્રો જોવા આવ્યા છો.”

ઊત્પત્તિ 42:31

પણ અમે તો તેને કહ્યું કે, અમે સાચા માંણસો છીએ. અમે જાસૂસ નથી;

લેવીય 24:14

“તેને છાવણીમાંથી બહાર લઈ જા અને જેઓને તેને નિંદા કરતા સાંભળ્યો હતો તે સર્વને તેના માંથા પર હાથ મૂકવાનું કહે; પછી બધા લોકો પથ્થરો માંરી તેને માંરી નાખે.

યહોશુઆ 10:23

એટલે તેઓએ તે પ્રમાંણે કર્યુ અને યરૂશાલેમના, હેબ્રોન, યાર્મૂથ, લાખીશ અને એગ્લોનના પાંચેય રાજાઓને ગુફામાંથી બહાર કાઢયા.

ન્યાયાધીશો 4:20

પછી સીસરાએ યાએલને કહ્યું, “તંબુના બારણામાં ઊભી રહે, અને કોઈ માંરી તપાસ કરવા આવે અને પૂછે કે અંદર કોઈ છે, તો કહેજે, ‘ના.’

2 શમએલ 10:3

ત્યારે આમ્મોની સરદારોએ પોતાના ધણી હાનૂનને કહ્યું, “તમે શું એમ માંનો છો કે તમાંરા પિતાને માંન આપવાના હેતુથી દાઉદે આ માંણસોને મોકલ્યા છે? એના આ માંણસો તો જાસૂસો છે, અને દાઉદે તેમને આ શહેરોને શી રીતે જીતી લેવું એની માંહિતી પ્રાપ્ત કરવા મોકલ્યા છે.”

1 કાળવ્રત્તાંત 19:3

ત્યારે આમ્મોની સરદારોએ હાનૂનને કહ્યું, “તમે શું એમ માનો છો કે, તમારા પિતાને માન આપવાના હેતુથી દાઉદે આ માણસોને આશ્વાસન આપવા મોકલ્યા છે? એ માણસો તો તેના જાસૂસો છે અને આ દેશને શી રીતે જીતી લેવો એની બાતમી મેળવવા આવ્યા છે.”

અયૂબ 21:30

ભૂંડો માણસ સંકટના સમયે બચી જાય છે. દેવના કોપમાંથી દુષ્ટ ઊગરી જાય છે.

યોહાન 19:4

ફરીથી પિલાત બહાર આવ્યો અને યહૂદિઓને કહ્યું, “જુઓ! હું ઈસુને બહાર તમારી પાસે મોકલું છું. હું ઈચ્છું છું કે તમે જાણો કે મને તેની સામે ગુનો દાખલ કરવા કઈ મળ્યું નથી.”

પ્રેરિતોનાં ક્રત્યો 12:4

હેરોદે પિતરને પકડીને બંદીખાનામાં મૂક્યો. 16 સૈનિકોનો સમૂહ પિતરનું રક્ષણ કરતો. પાસ્ખાપર્વના ઉત્સવ પછી રાહ જોવાની હેરોદની ઈચ્છા હતી. પછી તેણે પિતરને લોકોની આગળ લાવવાની યોજના કરી.

પ્રેરિતોનાં ક્રત્યો 12:6

પિતર બે સૈનિકોની વચમાં ઊંઘતો હતો. તેને બે સાંકળો વડે બાંધવામાં આવ્યો હતો. ઘણા સૈનિકો જેલના દરવાજે ચોકી કરતા હતા. તે રાત્રે હેરોદે બીજા દિવસે પિતરને લોકો આગળ રજૂ કરવાની યોજના કરી.

Interlinear

Choose Theme