ત્યારે આમ્મોની સરદારોએ પોતાના ધણી હાનૂનને કહ્યું, “તમે શું એમ માંનો છો કે તમાંરા પિતાને માંન આપવાના હેતુથી દાઉદે આ માંણસોને મોકલ્યા છે? એના આ માંણસો તો જાસૂસો છે, અને દાઉદે તેમને આ શહેરોને શી રીતે જીતી લેવું એની માંહિતી પ્રાપ્ત કરવા મોકલ્યા છે.”
Cross references
પોતાને એ લોકો વિષે જે સ્વપ્નો આવ્યા હતાં તેનું સ્મરણ થયું.અને યૂસફે તેમને કહ્યું, “તમે જાસૂસ છો; દેશનાં છિદ્રો જોવા આવ્યા છો.”
ત્યાં સુધી તમાંરે કારાગારમાં બંદીવાન બનવું પડશે; આમ, તમે સાચું બોલો છો કે, કેમ તેની કસોટી થશે, નહિ તો ફારુનના જીવના સમ ખાઈને કહું છું કે, તમે જાસૂસ જ છો.”
તમે નેરના પુત્ર આબ્નેરને જાણો છો! એ તમને છેતરવા અને તમાંરી બધી હિલચાલની જાસૂસી કરવા આવ્યો છે.”
પ્રીતિ ઉદ્ધત નથી, પ્રીતિ સ્વાર્થી નથી અને પ્રીતિ આસાનીથી ક્રોધિત પણ થઈ જતી નથી. પ્રીતિ તેની સામે થયેલા અનુચિત વ્યવહારને યાદ રાખથી નથી.
પ્રીતિ ધૈર્ય સાથે આ બાબતોને સ્વીકાર્ય ગણે છે. પ્રીતિ હમેશા વિશ્વાસ કરે છે, હમેશા આશા રાખે છે, અને હમેશા મદદરુંપ બને છે. હમેશા સહન કરે છે.