Home Bibles યહોશુઆ 15:14 · ગુજરાતી બાઇબલ
યહોશુઆ 15:14 · ગુજરાતી બાઇબલ

કાલેબે ત્યાંથી અનાકના ત્રણ દીકરા-શેશાય, અહીમાંન અને તાલ્માંયને હાંકી કાઢયા.

Cross references

ગણના 13:22

ઉત્તર તરફ જતાં તેઓ નેગેબમાંથી પસાર થયા અને હેબ્રોન પહોંચ્યા. ત્યાં તેઓએ રાક્ષસ અનાકના વંશજોના અહીમાંન, શેશાય અને તાલ્માંય કુટુંબોને વસેલાં જોયાં. (મિસરમાં સોઆન સ્થપાયું તેના સાત વર્ષ પહેલાં હેબ્રોન સ્થપાયું હતું.)

ગણના 13:33

તદુપરાંત અમે ત્યાં અનાકના વંશજો પુરાતન સમયના રાક્ષસોના વંશજોને પણ જોયા, તેઓ ખૂબ ઊચા અને કદાવર છે, અને અમે તો તેમની આગળ તીતીધોડા જેવા છીએ. એમ અમને લાગતું હતું. અને તે લોકોને પણ અમે તીતીધોડા જેવા જ લાગ્યા હોઈશું.”

યહોશુઆ 10:36

એગ્લોન છોડયા પછી તેઓએ હેબ્રોન પર આક્રમણ કર્યું.

યહોશુઆ 11:21

ત્યારબાદ યહોશુઆએ પર્વતીય દેશ, હેબ્રોન, દબીર, અનાબ, યહૂદિયાના પર્વતીય પ્રદેશ અને ઇસ્રાએલના સમગ્ર પર્વતીય પ્રદેશમાં રહેનારા અનાકીઓનો નાશ કર્યો.

ન્યાયાધીશો 1:10

પછી તે લોકોએ હેબ્રોનના કનાનીઓ ઉપર હુમલો કર્યો. (એ શહેરનું નામ પહેલાં ‘કિર્યાથ-આર્બા’ હતું.) ત્યાં તેમણે શેશાય, અહીમાંન અને તાલ્માંય કુટુંબ સમૂહોને હરાવ્યા.

ન્યાયાધીશો 1:20

મૂસાના વચન મુજબ હેબ્રોન કાલેબને આપવામાં આવ્યું! અને તેણે અનાકના ત્રણ પુત્રોને ત્યાંથી હાંકી કાઢયા.

Interlinear

Choose Theme