પરંતુ જ્યારે તે વાતની રાજાને ખબર પડી, ત્યારે તેણે પોતાના પત્રો દ્વારા આજ્ઞા કરી કે, હામાને જે દુષ્ટ યોજના યહૂદીઓ વિરૂદ્ધ યોજી હતી તે અને તેના કુટુંબીઓને જ તેનો ભોગ બને; અને હામાનને તેના સંતાનો સાથે ફાંસીએ લટકાવવો જોઇએ.
Cross references
જયારે દાઉદે જાણ્યું કે, નાબાલ મૃત્યુ પામ્યો છે ત્યારે તેણે કહ્યું, “ધન્ય છે યહોવાને જેણે માંરું અપમાંન કરવા બદલ નાબાલને સજા કરી. એણે પોતાના આ સેવકને ખોટું કરતાં રોકયો! અને તેના દુષ્ટ કાર્યોને લીધે નાબાલનું મરણ નિપજાવ્યુ.”પછી દાઉદે અબીગાઈલને સંદેશો મોકલ્યો કે તે તેણીને પરણવા ઇચ્છે છે.
તો તમે આકાશમાંથી સાંભળજો, અને જેમ કરવું જોઇએ તે મુજબ કરજો અને તમાંરા એ સેવકને ન્યાય આપજો. જેનો વાંક હોય તેને તમે તે પ્રમાંણે સજા કરજો, અને જે નિદોર્ષ હોય તેઓને તેઓની નિદોર્ષતા માંટે તમે જરૂર બદલો આપજો.
“તું શી વાત કરે છે? અહાશ્વેરોશે ભારપૂર્વક પૂછયું; કોણ છે એ માણસ જેણે આવું કરવાની ધૃષ્ટતા કરી છે? તે ક્યાં છે?”
એટલે હામાને મોર્દખાયને માટે તૈયાર કરેલી ફાંસી પર તેને પોતાને ચઢાવી દેવામાં આવ્યો. તે પછી રાજાનો ગુસ્સો શમી ગયો.
ત્યારે એસ્તેરે તેને જણાવ્યું કે, “જો રાજાને ગમે તો સૂસામાં જે યહૂદીઓ છે તેઓને આજના હુકમ પ્રમાણે કાલે પણ તેમજ કરવા દેવામાં આવે. અને હામાનના દશે પુત્રોને ફાંસીને માચડે લટકાવવા જોઇએ.”
પોતાના દુષ્કૃત્યોથી તે પોતેજ મુશ્કેલીમાં મુકાશે; તે પોતાની ઉગ્રતાથી પોતેજ ત્રાસ સહન કરશે.
હું યહોવાનો આભાર માનું છું, અને તેમની પ્રશંસા કરું છુ. કારણ, તે ન્યાયી છે. હું પરાત્પર યહોવાના નામને સન્માનવા સ્તોત્ર ગાઇશ.
દેવ દુષ્ટ માણસોના પાપ પ્રમાણે તેઓને બદલો આપ્યો છે; અને તે બધાનો સંહાર કરશે, તેઓની દુષ્ટતાને કારણે, યહોવા આપણો દેવ તેઓનો જરૂર સંહાર કરશે.
બીજાઓને શાપ દેવાનું તેને ગમતું હતું; ભલે શાપો તેની ઉપર આવે. તેણે બીજા કોઇને કદી આશીર્વાદ આપ્યા નથી; તેથી ભલે આશીર્વાદોને તેનાથી દૂર રહેવા દો.
તેઓના કાવતરાંની જાળમાં તેઓ જ ફસાય તેવું થાઓ; મારું ભૂંડુ થાય તે માટે તેમણે જે યોજનાઓ કરી છે તેનાથી તેઓનો જ નાશ થાય તેવું થાઓ.
દુષ્ટો પોતાની જાળમાં ફસાઇ જાય, અને તમે મારી રક્ષા કરો.
દુરાચારી તે તેમના પાપોમાં સપડાય છે અને તેમના પાપો તેમને દોરડાની જેમ જકડી રાખે છે.
જે ખાડો ખોદે તે પડે, ને જો કોઇ વ્યકિત પથ્થર ગબડાવે તો તે પથ્થર ગબડીને તેના પર જ પાછો આવીને પડે.
યહોવા ટૂંક સમયમાં જ સર્વ રાષ્ટો પર વેર લેશે. તમે જેવું ઇસ્રાએલ સાથે કર્યું તેવું જ તમારી સાથે થશે. તમારા કૃત્યો તમારા જ માથાં પર પાછા અફળાશે.