Home Bibles ☰ Books અયૂબ 32:6 · ગુજરાતી બાઇબલ
અયૂબ 32:6 · ગુજરાતી બાઇબલ

બુઝનો વંશજ બારાકેલના પુત્ર અલીહૂએ ઉત્તર આપતા કહ્યું કે:“હું નાનો છું, અને તમે ઘણા વૃદ્ધ છો; માટે હું દબાઇ ગયો, અને મારો મત તમને જણાવવાની મારી હિંમત ચાલી નહિ.

Cross references

લેવીય 19:32

“દેવનો ડર રાખો અને વડીલોનું સન્માંન કરો, તેઓ જ્યારે ઓરડીમાં આવે ત્યારે ઉભા થાવ, હું તમાંરો દેવ યહોવા છું.”

1 શમુએલ 17:28

પરંતુ દાઉદના સૌથી મોટા ભાઈ અલીઆબે તેને લોકો સાથે વાત કરતાં સાંભળ્યો, એટલે તેને એકદમ ગુસ્સો ચડ્યો. તેણે દાઉદને કહ્યું. “તું અહીં શું કરે છે? અને તું વગડામાં તારાં મૂઠીભર ઘેટાં કોને સોંપીને આવ્યો? હું જાણું છું; તું કેવો ઘમંડી અને ઉદ્ધત છોકરો છે. તું લડાઈ જોવા જ આવ્યો છે ને?”

અયૂબ 12:12

અમે કહીયે છીએ, ‘વૃદ્ધ પુરૂષોમાં ડહાપણ હોય છે, અને પાકી વયમાં સમજણ હોય છે.’

અયૂબ 15:7

તું જ પહેલવહેલો જન્મ્યો છે એમ તું માને છે? શું પર્વતો ઉત્પન્ન થયા તે પહેલાં તું જન્મ્યો હતો?

અયૂબ 15:10

જેઓ તારા પિતા કરતાં પણ મોટી ઉમરનાં છે તે વૃદ્ધ અને અનુભવવાળાં માણસો અમારા પક્ષે છે!

અયૂબ 34:1

અલીહૂએ અનુસંધાનમાં આગળ બોલતા કહ્યું;

અયૂબ 35:1

વળી અલીહૂએ અનુસંધાનમાં કહ્યું;

અયૂબ 36:1

વળી અલીહૂએ આગળ અનુસંધાનમાં કહ્યું;

રોમનોને પત્ર 13:7

જે લોકોનું ઋણ તમારા માથે હોય તે તેમને ચૂકવો. કોઈ પણ જાતના કરવેરા કે કોઈ પણ જાતનું દેવું તમારા પર હોય તો તે ભરપાઈ કરી દો. જે લોકોને માન આપવા જેવું હોય તેમને માન આપો. અને જેમનું સન્માન કરવા જેવું હોય તેમનું સન્માન કરો.

1 તિમોથીને 5:1

વૃદ્ધને ઠપકો ના આપ, પરંતુ એ તારો પિતા હોય એ રીતે તેની સાથે વાત કરજે. જુવાનો તારા ભાઈઓ હોય એ રીતે વર્તજે.

તિતસનં પત્ર 2:6

એ જ રીતે, જુવાન માણસોને પણ તું શાણા થવાનું કહે.

1 પિતરનો પત્ર 5:5

જુવાનો, મારે તમને પણ કંઈક કહેવું છે. તમારે વડીલોની સત્તાને સ્વીકારવી જોઈએ અને એકબીજા પ્રત્યે તમારે બધાને વિનમ્ર બનવું જોઈએ. “દેવ અભિમાની લોકોની વિરૂદ્ધ છે. પરંતુ વિનમ્ર લોકો પ્રતિ તે કૃપા (દયા) રાખે છે.” નીતિવચનો 3:34

Interlinear

Choose Theme