અયૂબ 15:10 · ગુજરાતી બાઇબલ
જેઓ તારા પિતા કરતાં પણ મોટી ઉમરનાં છે તે વૃદ્ધ અને અનુભવવાળાં માણસો અમારા પક્ષે છે!
Cross references
પુનર્નિયમ 32:7
ભૂતકાળનું તમે જરા સ્મરણ તો કરો; કેવા હતા તમાંરા પૂર્વજો! પૂછો તમાંરા પિતાને, તે તમને કહેશે; પૂછો તમાંરા વડીલોને, તે પણ જણાવશે.
અયૂબ 8:8
તું પહેલાની પેઢીઓને પૂછી જો! જાણી લે આપણા પિતૃઓ શું શીખ્યા હતા?
અયૂબ 12:12
અમે કહીયે છીએ, ‘વૃદ્ધ પુરૂષોમાં ડહાપણ હોય છે, અને પાકી વયમાં સમજણ હોય છે.’
અયૂબ 12:20
વિશ્વાસપાત્ર સલાહકારોને એ ચૂપ કરે છે, અને વડીલોનું શાણપણ પણ છીનવી લે છે.
અયૂબ 32:6
બુઝનો વંશજ બારાકેલના પુત્ર અલીહૂએ ઉત્તર આપતા કહ્યું કે:“હું નાનો છું, અને તમે ઘણા વૃદ્ધ છો; માટે હું દબાઇ ગયો, અને મારો મત તમને જણાવવાની મારી હિંમત ચાલી નહિ.
નીતિવચનો 16:31
માથે પળિયાં એે ગૌરવનો તાજ છે; સત્યને માગેર્ ચાલનારને એ મળે છે.