Home Bibles અયૂબ 21:3 · ગુજરાતી બાઇબલ
અયૂબ 21:3 · ગુજરાતી બાઇબલ

મારા બોલી રહ્યા પછી ભલે તમે મારી હાંસી કરજો. પણ હું બોલું છું ત્યાં સુધી ધીરજ રાખો.

Cross references

અયૂબ 12:4

‘એક દિવસ દેવ મારી પ્રાર્થના સાંભળતા હતા;’ પણ હવે તો મારા મિત્રો પણ મારી પર હસે છે, હું ખરેખર સાચો છું અને નિદોર્ષ છું છતાં તેઓ હસે છે.

અયૂબ 13:9

સાવચેત રહેજો, તમે જે કાંઇ કરો છો એ બધંુ તે જાણે છે. શું તમે એમ માનો છો કે તમે જેમ માણસને મૂર્ખ બનાવો છો તેમ દેવને પણ બનાવી શકશો?

અયૂબ 13:13

હવે તમે છાના રહો, મને બોલવા દો અને જે થવાનું હોય તે થવા દો.

અયૂબ 16:10

લોકો મારી આજુબાજુ ટોળે વળી ગયા છે. તેઓ મારી મશ્કરી કરે છે અને મારા મોઢા પર તમાચો મારે છે.

અયૂબ 16:20

મારા મિત્રો મારી વિરૂદ્ધ બોલે છે જયારે હું દેવ આગળ આંસુ રેડું છું.

અયૂબ 17:2

મારી આજુબાજુ હવે માત્ર મારી હાંસી કરનારાઓ જ રહ્યાં છે; અને જ્યારે તેઓ કઠોર વચનો બોલે છે, હું તેઓને નજરમાં રાખું છું.

અયૂબ 27:12

તમે તમારી પોતાની આંખોથી દેવની શકિત જોઇ છે ને? છતાં મારી સાથે તમે શામાટે વ્યર્થ વાતો કરો છો?

અયૂબ 33:31

હે અયૂબ, હવે હું જે કહું તે ધ્યાનથી સાંભળ! તું મૌન રહે અને મને બોલવા દે.

Interlinear

Choose Theme