Home Bibles ☰ Books અયૂબ 10:2 · ગુજરાતી બાઇબલ
અયૂબ 10:2 · ગુજરાતી બાઇબલ

હું દેવને કહીશ કે, ‘મને દોષિત ન ઠરાવો; તમે મારી સાથે શા માટે ઝગડો કરો છો તે મને બતાવો.

Cross references

અયૂબ 7:20

દેવ, તમે લોકો ઉપર ધ્યાન આપો, જો મે પાપ કર્યુ હોય, કાંઇ વાંધો નહિ, હું શું કરી શકું? તમે શા માટે મને તમારું નિશાન બનાવ્યો છે? જેથી હું બોજારૂપ થઇ ગયો છું?

અયૂબ 8:5

જો તું ખંતથી દેવની શોધ કરશે અને એમની કરુણા યાચશે,

અયૂબ 9:29

હું પહેલેથીજ ગુનેગાર ઠરાયો છું. તો હું ફોકટ શા માટે શ્રમ કરું છું?

અયૂબ 13:23

મને કહો, “મેં શું ખોટું કર્યુ છે? મને મદદ કરો! મારાં પાપ અને અપરાધ મને જણાવો.

અયૂબ 21:4

શું મારી ફરિયાદ માણસ સામે છે? હું શા માટે અધીરો ના થાઉં?

અયૂબ 33:13

“તું શા માટે એમની સાથે દલીલ કરે છે કે એ તારા એક પણ સવાલનો જવાબ આપતા નથી?

અયૂબ 34:31

શું કોઇએ ઇશ્વરને એમ કહ્યું છે કે, ‘હું ગુનેગાર છું, હવે પછી હું કદી પાપ કરીશ નહિ.

ગીતશાસ્ત્ર 6:1

હે યહોવા, તમારા ક્રોધમાં, મને ધમકાવશો નહિ, અને તમારા રોષમાં, મને શિક્ષા કરશો નહિ.

ગીતશાસ્ત્ર 25:7

મારી જુવાનીનાં પાપ અને મારા અપરાધનું સ્મરણ ન કરો. હે યહોવા, તમારા શુભ નામને માટે, તમારી કૃપા અને અનુકંપા સાથે મને યાદ કરો.

ગીતશાસ્ત્ર 27:7

હે યહોવા, મારી વિનંતી સાંભળો. મારા પર દયા કરીને મને જરૂરી સહાયતા આપો.

ગીતશાસ્ત્ર 38:1

હે યહોવા, તમે ક્રોધમાં આવી મને ઠપકો આપશો નહિ, અને તમારા ગુસ્સામંા મને તમે શિક્ષા કરશો નહિ.

ગીતશાસ્ત્ર 109:21

પણ, હે યહોવા દેવ, તમે મારા પ્રભુ છો! ને તમારા નામને માટે મારા ભલા માટે કામ કરો; તમારી કૃપા ઉત્તમ છે, યહોવા, મારો ઉદ્ધાર કરો.

Interlinear

Choose Theme