મારી જુવાનીનાં પાપ અને મારા અપરાધનું સ્મરણ ન કરો. હે યહોવા, તમારા શુભ નામને માટે, તમારી કૃપા અને અનુકંપા સાથે મને યાદ કરો.
Cross references
તમે મારી વિરુદ્ધ સખત ઠરાવ લખો છો અને મારી યુવાવસ્થાના પાપોની સજા મને આપો છો;
તે જ્યારે જુવાન હતો, તેના હાડકા મજબૂત હતા. પણ તેના બાકીના શરીરની જેમ, તેઓ ધૂળમાં મળી જશે.
હે યહોવા, પાછા આવો, મારો જીવ બચાવો. કૃપા કરી દયા દાખવી મને મરણથી બચાવો.
તમારા સેવક ઉપર તમારા મુખનો પ્રકાશ ફરીથી પાડો. અને મારા પર તમારી કૃપા દર્શાવી મારો બચાવ કરો.
હે પ્રેમાળ દયાળુ દેવ! મારા પર દયા કરો. તમારી મહાન સહાનુભૂતિથી મારા પાપો ભૂંસી નાખો.
હે યહોવા, અમારા પૂર્વજોનાં પાપોને લીધે અમને દોષિત ઠરાવશો નહિ; અમારા પર તમારી દયા કરવામાં વિલંબ કરશો નહિ કારણ, અને બહુ દુર્દશામાં આવી પડ્યાં છીએ.
ધન્ય છે તેઓને જેઓ ન્યાયને અનુસરે છે, અને હંમેશા જે સાચું છે તે જ કરે છે.
હે યહોવા, તમે તમારા લોકો પર કૃપા કરો; ત્યારે મને યાદ રાખશો, અને તમે જેઓને બચાવ્યાં છે તે લોકોમાં મારો સમાવેશ કરવાનું યાદ રાખશો.
યહોવાને ભલે યાદ રહો; તેના બાપદાદાના પાપો! માતાપિતાના પાપની તેને સજા મળે! અને તેનાં પાપો પ્રત્યે તે (દેવ) આંખ આડા કાન ન કરે!
કારણ, તેણે બીજાઓ પ્રત્યે માયાળુ બનવા ના પાડી છે; અને ગરીબોની સતાવણી કરી છે; અને ભગ્નહૃદયી માણસોને મારી નાખ્યા છે.
હે યહોવા મારા દેવ, મને મદદ કરો; મારું તારણ કરો, તમે કૃપાળુ અને પ્રેમાળ છો.
તમારી કૃપા પ્રમાણે તમારા સેવકની સાથે વર્તજો; અને તમારા વિધિઓ મને શીખવજો.
તેથી મારા પુત્રો, મારી વાત સાંભળો, અને હું જે કહું છું તેનાથી દૂર થઇશ નહિ.
મારી બધી વેદના શમી ગઇ છે, તેં પ્રીતિથી મારા જીવનને વિનાશની ગર્તામાંથી બચાવ્યું છે. તેં મારા બધાં પાપોને તારી પીઠ પાછળ નાખી દીધાં છે.
“હા, હું એ જ છું, હું એકલો જ મારા પોતાના નામની માટે તમારાં સર્વ પાપ ભૂંસી નાખું છું અને ફરીથી કદી હું તેનું સ્મરણ કરતો નથી.
કેવળ મારા પોતાના માટે, હા, મારા પોતાના માટે, હું કાર્ય કરીશ, જેથી મારું નામ ષ્ટ થાય નહિ, હું મારું ગૌરવ બીજા કોઇને આપીશ નહિ.”
હે યહોવા, વધારે કોપ કરશો નહિ, અમારાં પાપ સદા સંભારશો નહિ! જરા અમારા સામું જુઓ! અમે બધા તમારી પ્રજા છીએ.
અમે લજ્જિત થયા છીએ અને અમે જેને લાયક છીએ તે અપમાન સહન કરવા તૈયાર છીએ, કારણ કે અમે અને અમારા વડીલોએ બાળપણથી જ અમારા યહોવા દેવની વિરુદ્ધ પાપ કર્યું છે; અને અમે તેમને આધીન થયા નથી, અને અમે તેના હુકમોને માન્યાં નથી.”
તે સમયે યહોવાને ઓળખવા માટે એકબીજાને શીખવવાની જરૂર રહેશે નહિ, કારણ કે ત્યારે નાનાથી મોટા સુધી સૌ કોઇ મને ઓળખશે. હું તેમના દુષ્કૃત્યો માફ કરીશ અને તેમના પાપને ફરી સંભારીશ નહિ.” આ યહોવાના વચન છે.
એક માણસ ત્યાં પડેલો હતો જે 38 વરસથી માંદો હતો.
પાછળથી ઈસુ મંદિરમાં તે માણસને મળ્યો. ઈસુએ તેને કહ્યું, “જો, તું હવે સાજો થયો છે હવેથી પાપ ન કર. કદાચ તારું કંઈક વધારે ખરાબ થાય!”
તેની અદભુત કૃપાને કારણે દેવનો મહિમા થયો. દેવે તેની આ કૃપા આપણને મુક્ત રીતે અને ઊદારતાથી આપી. આપણને આ કૃપા તેણે ખ્રિસ્તમાં આપી, એ ખ્રિસ્ત કે જેને તે ચાહે છે.
પરંતુ દેવની દયા મહાન છે, અને આપણા પ્રત્યેનો તેનો પ્રેમ ગાઢ છે.
તેઓએ જે કાંઈ અપરાધો મારા વિરૂદ્ધ કર્યા હશે તેને હું માફ કરીશ, અને તેઓનાં પાપોને કદી યાદ નહિ કરું.” યર્મિયા 31:31-34
“આ કરાર છે જે ભવિષ્યમાં હું મારા લોકો સાથે કરીશ એમ પ્રભુ કહે છે. હું મારા નિયમો તેઓના હ્રદય પર લખીશ. હું મારા નિયમો તેઓના મનમાં સ્થાપીશ.” યર્મિયા 31:33