Home Bibles 1 કરિંથીઓને 11:31 · ગુજરાતી બાઇબલ
1 કરિંથીઓને 11:31 · ગુજરાતી બાઇબલ

પરંતુ જો આપણે આપણી જાતને મૂલવીએ, તો દેવ આપણો ન્યાય કરશે નહિ.

Cross references

ગીતશાસ્ત્ર 32:3

હું ભયંકર પાપી છું તેનો હું સ્વીકાર કરતો ન હતો, તે દિવસથી મારી વ્યથા વધી ગઇ અને મારા હાડકાં ર્જીણ થઇ ગયા.

ચર્મિયા 31:18

મેં સ્પષ્ટ રીતે એફ્રાઇમના નિસાસા સાંભળ્યા છે, ‘તમે મને સખત સજા કરી છે; પણ જેમ વાછરડાને ઝૂંસરી માટે પલોટવો પડે છે તેમ મને પણ સજાની જરૂર હતી, મને તમારી તરફ પાછો વાળો અને પુન:સ્થાપિત કરો, કારણ કે ફકત તમે જ મારા યહોવા દેવ છો.

લૂક 15:18

હું અહીંથી ઊઠીને મારા પિતા પાસે જઇશ. હું તેને કહીશ: પિતા, મેં દેવ સામે અને તારી સામે પાપ કર્યુ છે.

1 કરિંથીઓને 11:28

દરેક વ્યક્તિએ રોટલી ખાતા અને પ્યાલો પીતા પહેલા પોતાનું અંતઃકરણ તપાસવું જોઈએ.

1 યોહાનનો પત્ર 1:9

પણ જો આપણે આપણાં પાપો કબૂલ કરીએ છીએ, તો દેવ આપણાં પાપ માફ કરશે. આપણે દેવ પર વિશ્વાસ કરી શકીએ છીએ. દેવ જે સત્ય છે તે જ કરે છે. આપણે કરેલા બધાં ખોટાં કામોમાંથી દેવ આપણને શુધ્ધ કરે છે.

પ્રકટીકરણ 2:5

એ માટે તું હમણા જ્યાથી પડ્યો છે તે યાદ કર, પસ્તાવો કર, અને પ્રથમનાં જેવાં કામો કર. જો તું પસ્તાવો નહી કરે તો હું તારી પાસે આવીશ અને તારી દીવીને તેની જગ્યાએથી લઈ જઈશ.

પ્રકટીકરણ 3:2

જાગૃત થા! હજુ જ્યારે તારે કંઈક છોડવાનું હોય તો તારી જાતને વધારે મજબૂત બનાવ. તે સંપૂર્ણ રીતે મૃત્યુ પામે તે પહેલા તારી જાતને વધુ મજબુત બનાવ. મેં શોધ્યું છે કે તું જે કામો કરે છે તે મારા દેવ માટે સંપૂર્ણ થયેલા નથી.

Interlinear

Choose Theme