પછી તને કોઇ “ત્યકતા” નહિ કહે, તારી ભૂમિને કોઇ “વેરાન” નહિ કહે. પણ તને સૌ “યહોવાની પ્રિયતમા” કહેશે, અને તારી ભૂમિ “વિવાહિત” કહેવાશે, કારણ, યહોવા તારા ઉપર પ્રેમ રાખે છે અને તારી ભૂમિનો તે માલિક થશે.
Cross references
તેથી તમાંરા યહોવા દેવ તમે જે કોઈ કામ કરશો તેમાં તમને સફળતા આપશે, અને તમને ઘણાં સંતાનો, પુષ્કળ ઢોરઢાંખર તથા ઉત્તમ પાકની ઉપજ આપશે. યહોવા તમાંરા પિતૃઓ પર પ્રસન્ન હતા તેમ તમાંરા પર પણ ફરી પ્રસન્ન થશે અને તમાંરું કલ્યાણ કરશે;
પૃથ્વી પર યહોવાથી ડરનારા સંતો ઉત્તમ છે, એવાં સ્રી પુરુષના સંગમાંજ મને આનંદ મળે છે.
કારણકે યહોવા પોતાના લોકોમાં આનંદ માને છે; અને નમ્રજનોનો ઉદ્ધાર કરે છે.
કારણ, મહેલ સૂનો પડ્યો છે અને કોલાહલભર્યું શહેર ઉજ્જડ થઇ ગયું છે; ઘરો અને બુરજો કાયમના ખંડેર થઇ ગયાં છે, જ્યાં ગધેડાઓ આનંદથી હરેફરે છે અને ઘેટાંબકરાં ચરે છે.
છતાં સિયોનના લોકો કહે છે, “યહોવાએ અમારો ત્યાગ કર્યો છે, અમારો નાથ અમને ભૂલી ગયો છે.”
હે સંતાનવિહોણી, વાંઝણી સ્ત્રી સમી યરૂશાલેમ નગરી, તું મુકત કંઠે ગીત ગા, આનંદના પોકાર કર; કારણ, યહોવાના આશીર્વચન છે કે, સોહાગણ સ્ત્રી કરતાં ત્યકતાને વધારે સંતાન અવતરશે.
કારણ કે તારા સર્જનહાર જ તારા ‘પતિ’ થશે. “સૈન્યોના દેવ યહોવા” તેમનું નામ છે; ઇસ્રાએલના પવિત્ર દેવ અને સમગ્ર પૃથ્વીના યહોવા, તારા ઉદ્ધારક છે.
તું દુ:ખમાં ડૂબેલી ત્યકતા જેવી છે. તારા દેવ, યહોવા, તને પાછી બોલાવીને કહે છે કે, “જુવાનીમાં જેનો હાથ પકડ્યો હતો તેને શી રીતે તજી શકાય?”
“તું એક નગરી હતી જે ત્યકતા અને તિરસ્કૃત હતી, કોઇ તારામાંથી પસાર થતું નહોતું; પણ હું તને કાયમ માટે માનવંતી અને આનંદના ધામરૂપ બનાવીશ.
“યહોવાના ઉપકારોનું સ્મરણ થતાં મારા હૈયામાં આનંદ શમાતો નથી. મારા દેવને સંભારતાં મારું હૈયું હર્ષથી ઊભરાય છે; કારણ, તેણે મને તારણનાં વસ્ત્રો પહેરાવ્યા છે અને મને ન્યાયીપણાંનો ઝભ્ભો પહેરાવ્યો છે. લગ્નનાં વસ્ત્રોમાં સજ્જ થયેલા વરરાજા જેવો અથવા રત્નાલંકારોથી શણગારાયેલી જાણે વધૂ જેવો હું છું.
હે યરૂશાલેમ, તારો નિર્માતા (શિલ્પી) જેમ એક યુવાન એક યુવતી સાથે લગ્ન કરે છે, તેમ તારી સાથે લગ્ન કરશે, અને જેમ કોઇ વર કન્યાથી હર્ષ પામે છે, તેમ તારો દેવ તારાથી આનંદ પામશે.”
હું તેમને ઘણા ઉપહારો આપીશ, અને તેઓ “પવિત્ર પ્રજા” “યહોવાએ મુકત કરેલા લોકો” કહેવાશે. અને યરૂશાલેમ “ઇપ્સિતા” “અત્યકતા નગરી” દેવથી આશીર્વાદિત શોધી કાઢેલી ભૂમિ કહેવાશે.
હું યરૂશાલેમમાં આનંદ પામીશ અને ત્યાં રહેતા લોકોથી ખુશ રહીશ. ત્યાં ફરીથી રૂદન તથા આક્રંદનો અવાજ સંભળાશે નહિ.
“‘પાછા આવો, ઓ બેવફા બાળકો!” આ હું યહોવા તમને કહું છુ,“હા, હું જ તમારો ધણી છું. હું પ્રત્યેક શહેરમાંથી એક જણને અને દરેક કુટુંબમાંથી હું બે જણને લઇને તેમને સિયોન પર પાછા લાવીશ.
એમનું કલ્યાણ કરવામાં મને આનંદ આવશે અને હું તેમને પૂર્ણ હૃદયથી આ ભૂમિ પર ફરીથી સુસ્થાપિત કરીશ.”‘
જ્યારે હું તમને પાછા ‘લાવીશ ત્યારે તેઓ કહેશે, દેવથી તજાયેલી આ ભૂમિ હવે એદનવાડી સમાન થઇ ગઇ છે! ખંડિયેર જેવા નગરોની આસપાસ કોટ બાંધવામાં આવ્યા છે અને તેમાં ઘણા લોકો વસે છે!”‘
ત્યારે યહોવાએ કહ્યું, “તેનું નામ લો-આમ્મી પાડ; કારણ કે તમે ઇસ્રાએલના લોકો મારા લોકો નથી, ને હું તમારો દેવ નથી.”
વળી હું યહોવા તને મારી સાથે પવિત્રતા, ન્યાયીપણું, પ્રેમ તથા દયાની સાંકળથી સદાકાળને માટે બાંધીશ, હા, લગ્નબંધનથી બાંધીશ.
યહોવા કહે છે કે, તે દિવસે હું જવાબ આપીશ, હું આકાશોને જવાબ આપીશ, ને તેઓ પૃથ્વીને જવાબ આપશે;
પછી પૃથ્વી અનાજને, દ્રાક્ષારસને અને જૈતતેલને જવાબ આપશે; અને તેઓ યિઝએલને જબાબ આપશે.
યહોવા તમારા દેવ શૂરવીર માણસની જેમ તમારું રક્ષણ કરવા તમારી વચ્ચે છે. તે તમારા પર કૃપાળું થઇ ખુશ થાય છે. તે તારા પર ફરી પોતાનો પ્રેમ પ્રગટ કરે છે, અને એક ઉત્સવના દિવસની જેમ તે ખૂબ આનંદથી પોકાર કરે છે.
“ત્યારે બધી પ્રજાઓ કહેશે તમે સુખી છો, કારણ, તમારો દેશ ઇચ્છનીય હશે.” આ સૈન્યોનો દેવ યહોવાના વચન છે.
કન્યા ફક્ત વરરાજા માટે જ હોય છે. તે મિત્ર જે વરરાજાને મદદ કરે છે, રાહ જુએ છે અને વરરાજાના આગમન માટે ધ્યાનથી સાંભળે છે. આ મિત્ર વરરાજાની વાણી સાંભળે છે, ત્યારે ઘણો પ્રસન્ન થાય છે. એવી જ પ્રસન્નતા મારી પાસે છે અને મારી પ્રસન્નતાનો સમય હવે અહીં છે.
હોશિયાના અધ્યાયમાં શાસ્ત્ર કહે છે તેમ: “જે લોકો મારા નથી-તેઓને હું મારાં લોકો કહીશ. અને જે લોકો ઉપર મેં પ્રેમ નથી કર્યો તેઓ પર હું પ્રેમ કરીશ.”
મને તમારી ઈર્ષા આવે છે અને આ તે ઈર્ષા છે જે દેવ તરફથી આવી છે. મેં તમને ખ્રિસ્તને સમર્પિત કરવાનું વચન આપ્યું હતું. તમારો પતિ માત્ર ખ્રિસ્ત જ હોવો જોઈએ. હું તમને ખ્રિસ્તને સમર્પિત કરવા માંગુ છું, તેની પવિત્ર કુમારિકા તરીકે,
જે રીતે ખ્રિસ્ત મંડળીને ચાહે છે તે રીતે પતિએ પોતાની પત્નીને ચાહવી જોઈએ.
નાણાનાં લોભથી દૂર રહો તમારી પાસે જેટલું હોય તેટલામાં સંતોષ માનો. દેવે કહ્યું છે:“હું તને કદી મૂકી દઇશ નહિ; અને તને તજીશ પણ નહિ.” પુનર્નિયમ 31:6
કોઈ એક સમયે તમે પ્રજા જ ન હતા. પરંતુ હવે તમે દેવની પ્રજા છો. ભૂતકાળમાં તમને દયા પ્રાપ્ત થઈ નહોતી. પરંતુ હવે તમને દયા પ્રાપ્ત થઈ છે.41
અને મેં દેવ પાસેથી આકાશમાંથી નીચ આવતા પવિત્ર શહેરને જોયું. આ પવિત્ર શહેર નવું યરૂશાલેમ હતું. તેને તેના પતિના માટે શણગારવામાં આવેલ કન્યા જેવું તૈયાર કરવામાં આવ્યું હતું.
સાત દૂતોમાંથી એકે આવીને મને કહ્યું, “આ તે દૂતો હતા જેઓની પાસે છેલ્લાં સાત અનર્થોથી ભરેલાં સાત પ્યાલાં હતા.” તે દૂતે કહ્યું કે, “મારી સાથે આવ. હું તને તે કન્યા, હલવાનની વહુ બતાવીશ.”