Home Bibles ☰ Books માલાખી 3:12 · ગુજરાતી બાઇબલ
માલાખી 3:12 · ગુજરાતી બાઇબલ

“ત્યારે બધી પ્રજાઓ કહેશે તમે સુખી છો, કારણ, તમારો દેશ ઇચ્છનીય હશે.” આ સૈન્યોનો દેવ યહોવાના વચન છે.

Cross references

પુનર્નિયમ 4:6

અને જો તમે તેનું કાળજીપૂર્વક પાલન કરશો તો તમે સચેત અને જ્ઞાની રાષ્ટ થશો, અને આજુબાજુના રાષ્ટો આ કાનૂનો વિષે સાંભળશે ત્યારે તેઓ કહેશે, ‘આ મહાન રાષ્ટને કેવી દક્ષતા અને સમજદારી છે!’

પુનર્નિયમ 8:7

કારણ કે તમાંરા દેવ યહોવા તમને એક સમૃદ્વ ભૂમિમાં લઈ જઈ રહ્યા છે, જયાં પુષ્કળ નદીઓ અને અનેક ઝરણાં ફૂટી નીકળીને પર્વતોમાં અને ખીણમાં વહે છે.

પુનર્નિયમ 11:12

એ એવો દેશ છે, જેની સારસંભાળ તમાંરા દેવ યહોવા લે છે. અને વર્ષના આરંભથી તે અંત સુધી તેમની નજર સતત તેના પર રહે છે.

2 કાળવ્રત્તાંત 32:23

ઘણાં લોકો યરૂશાલેમમાં યહોવાને માટે અર્પણો લાવ્યા, તથા યહૂદાના રાજા હિઝિક્યાને ઉત્તમ વસ્તુઓ ભેટમાં આપી; આ સમયથી તે સર્વ પ્રજાઓમાં નામાંકિત થયો.

ગીતશાસ્ત્ર 72:17

તેમનાં નામનો સર્વકાળ આદર કરવામાં આવશે; અને તેમનું નામ સૂર્ય તપે ત્યાં સુધી ટકશે; તેમનાથી સર્વ લોકો આશીર્વાદ પામશે; તેમને દેશનાં સર્વ લોકો ધન્યવાદ આપશે.

યશાયા 61:9

તેઓના વંશજો સર્વ પ્રજાઓમાં ખ્યાતિ પામશે; અને સર્વ લોકો જાણશે કે, દેવે જેઓને ખૂબ આશીર્વાદિત કર્યા છે તે આ લોકો છે.”

યશાયા 62:4

પછી તને કોઇ “ત્યકતા” નહિ કહે, તારી ભૂમિને કોઇ “વેરાન” નહિ કહે. પણ તને સૌ “યહોવાની પ્રિયતમા” કહેશે, અને તારી ભૂમિ “વિવાહિત” કહેવાશે, કારણ, યહોવા તારા ઉપર પ્રેમ રાખે છે અને તારી ભૂમિનો તે માલિક થશે.

યશાયા 62:5

હે યરૂશાલેમ, તારો નિર્માતા (શિલ્પી) જેમ એક યુવાન એક યુવતી સાથે લગ્ન કરે છે, તેમ તારી સાથે લગ્ન કરશે, અને જેમ કોઇ વર કન્યાથી હર્ષ પામે છે, તેમ તારો દેવ તારાથી આનંદ પામશે.”

ચર્મિયા 33:9

પછી આ યરૂશાલેમ માટે પૃથ્વી પરની બધી પ્રજાઓ સમક્ષ આનંદનું, સ્તુતિનું અને ગૌરવનું કારણ થઇ પડશે. હું એને જે બધી સંપત્તિ બક્ષવાનો છું તેની વાત જ્યારે એ પ્રજાઓ જાણશે, ત્યારે મેં એને બક્ષેલી સંપત્તિ અને સુખશાંતિથી ભયભીત થઇને કંપી ઉઠશે.”

દારિયેલ 8:9

અને તે બધાંમાંથી એક નાનું શિગડું આવ્યું અને દક્ષિણ તરફ, પૂર્વ તરફ અને રળિયામણા દેશ તરફ તે ખૂબ વધી ગયું.

દારિયેલ 11:41

તે રસ્તામાં રળિયામણા દેશમાં પણ પ્રવેશ કરશે; હજારો માણસો માર્યા જશે, પણ અદોમ, મોઆબ, અને આમ્મોનનો મુખ્ય ભાગ તેના કબજામાંથી બચી જશે.

સફન્યા 3:19

તે સમયે જેઓએ તમારા ઉપર જુલમ કર્યો છે, તેઓ સાથે હું સખતાઇથી વતીર્શ. હું નબળાં અને લાચાર લોકોનું રક્ષણ કરીશ. હું જેઓને હાંકી કાઢવામાં આવ્યાં હતાં તેઓનેે પાછા લાવીશ. જેઓની મશ્કરીઓ અને તિરસ્કાર થયો હતો તેઓને હું આખી દુનિયામાં યશ અને કીતિર્ મેળવી આપીશ.

ઝખાર્યા 8:23

સૈન્યોનો દેવ યહોવા એમ કહે છે, “તે સમયે જુદા જુદા રાષ્ટોના દશ માણસો એક જ યહૂદીનો ઝભ્ભો પકડશે અને કહેશે, અમને તમારી સાથે આવવા દો, કારણ, ‘અમે સાંભળ્યું છે કે દેવ તમારી સાથે છે!’

Interlinear

Choose Theme