મેં એક દુ:ખદાયી સંદર્શન જોયું છે; વિશ્વાસઘાતી છેતરતો જ જાય છે અને વિધ્વંસી વિનાશ કર્યે જ જાય છે. કોઇ કહે છે, “હે એલામ, ચઢાઇ કર! ઘેરો ઘાલ; હે માદાય! હું બાબિલને આપેલા દુ:ખભર્યા નિ:સાસાનો અંત લાવીશ.”
Cross references
શેમના પુત્રો હતા: એલામ, આશુર, આર્પાકશાદ, લૂદ અને અરામ.
એક જૂની કહેવત છે કે,‘દુષ્ટતા દુષ્ટોમાંથી નીકળે છે.’પણ હું તમાંરું કદી નુકસાન કરીશ નહિ.
યહોવા કહે છે, “હવે હું ઊભો થઇશ અને તમારું રક્ષણ કરવા આવીશ, કારણ કે ગરીબો લૂટાયા તેને લીધે તેઓ નિસાસા લઇ રહ્યાં છે. તેઓને જે સુરક્ષાની જરૂર છે તે હું તેમને આપીશ.”
તમે તમારા લોકોને અતિ વિકટ સમયમાં લઇ ગયાં છો, તમે મારેલી લપડાકોએ અમને લથડિયાં ખવડાવ્યાં છે.
બંદીવાનોના નિસાસા તમારી આગળ પહોંચો; તમારા હાથના પરાક્રમે મૃત્યુદંડ પામેલાઓનું રક્ષણ કરો.
અમે બાબિલની નદીઓને કાંઠે બેઠા; સિયોનનું સ્મરણ થયું ત્યારે અમે રડ્યા.
સારી સમજશકિત સન્માન પામે છે, વિશ્વાસઘાતી લોકો, વિનાશને નોતરે છે.
તે દિવસે મારા પ્રભુ આશ્શૂર, ઉત્તરી મિસર, દક્ષિણ મિસર, ક્રૂશ, એલામ, બાબિલ, હમાથ અને દરિયાપારના પ્રદેશોમાંથી પોતાના લોકોમાંના જેઓ હજી બાકી રહેલા હશે તેમને પાછા લાવવા બીજીવાર પોતાનો હાથ વિસ્તારશે અને પોતાની શકિતનો પરચો બતાવશે;
“ઉજ્જડ પર્વત પર ધ્વજા ઊંચે ફરકાવો. તેઓને ઊંચે સાદે હાંક મારો, હાથના ઇશારા કરો કે તેઓ ઉમરાવોના દરવાજા પર ત્રાટકે.”
“કારણ કે હું માદીઓને બાબિલની વિરુદ્ધ ઉશ્કેરીશ અને ચાંદીના કે સોનાના મોટા જથ્થા વડે તેઓ રીઝશે નહિ,
કેમ કે યહોવા યાકૂબ પર દયા લાવશે અને ફરીથી તેમનો સ્વીકાર કરશે. અને તેઓને પોતાની ભૂમિ ઇસ્રાએલમાં વસાવશે; વિદેશીઓ તેઓની સાથે જોડાશે. અને તેઓ પોતાને યાકૂબના વંશજો સાથે જોડશે.
તે દિવસે તમે મહેણાં મારીને બાબિલના રાજાને કહેશો કે, “સિતમગાર કેવો શાંતિથી પડ્યો છે,” તેનો ઉગ્ર રોષ કેવો શાંત પડ્યો છે!
સમગ્ર પૃથ્વી હવે નિરાંતે શાંતિ ભોગવે છે. લોકો એકાએક ગીતો ગાઇ ઉઠે છે.
એલામના લશ્કરે બાણોથી સજ્જ થઇને ઘોડા તથા રથો તૈયાર કર્યા છે. કીરના યોદ્ધાઓએ પોતાની ઢાલો ધારણ કરી છે.
પૃથ્વીના બધા છેડેથી આપણે “ન્યાયીનો મહિમા થાઓ” તેમ સાંભળીશું પણ અફસોસ! “હું તો ક્ષીણ થતો જઉં છું, મારા માટે કોઇ આશા નથી. દગાબાજી કરનારા દગાબાજી કરે જાય છે અને દિવસે દિવસે તેઓની દગાબાજીમાં વધારો થતો જાય છે.
અફસોસ છે તને! તું અલબત્ત, બીજાને લૂંટે છે, પણ તું લૂંટાયો નથી! તું દગાબાજી કરે છે ખરો, પણ તારી સાથે કોઇએ દગાબાજી કરી નથી! પણ જ્યારે તારી ખરાબીઓ પૂરી થશે, ત્યારે તું ખરેખર લૂંટાશે; જ્યારે તું તારી દગાબાજીનો અંત લાવીશ ત્યારે ખરેખર તારી સાથે દગાબાજી થશે.
યહોવાએ જે લોકોની ખંડણી ચૂકવી છે; તેઓ અનંતકાળ સુધી આનંદના ગીતો ગાતાં આ માગેર્ થઇને સિયોનમાં પોતાને ઘેર જશે. કારણ કે તેઓનાં સર્વ દુ:ખો અને તેમની પાછળ હષોર્લ્લાસ હશે; દુ:ખ અને શોક જતા રહેશે.
કારણ કે બાબિલ, હું મારા ઇસ્રાએલી લોકો ઉપર રોષે ભરાયો હતો. તેં તેમનું અપમાન કર્યુ હતું, મેં તેમને તારા હાથમાં સોંપ્યા હતા. પરંતુ તેઁ તેમના પ્રત્યે દયા ન બતાવી, તેઁ વૃદ્ધો ઉપર પણ તારી ઝૂંસરીનો ભાર નાખ્યો.
ઝિમ્રીના, એલામના તથા માદીઓના સર્વ રાજાઓ;
કારણ કે યહોવાએ યાકૂબને બચાવ્યો છે, ને તેનાં કરતાં બળવાનના હાથમાંથી તેને છોડાવ્યો છે.
યહોવા કહે છે, “હે ઇસ્રાએલ, તું ખરેખર મારો લાડકો દીકરો છે! તું મને વહાલો છે! હું તને ગમે તેટલી વાર ધમકાવું તોય પાછો તને યાદ કરું છું, અને મારું હૃદય તને ઝંખે છે. હું ચોક્કસ તારા પર અનુકંપા બતાવીશ.
હાં, હું થાકેલા જીવને વિશ્રામ આપીશ અને જેઓ નબળા થઇ ગયા છે તેમને મજબૂત બનાવીશ.”
તેં કહ્યું, ‘મને હાય હાય! મારા જીવનમાં મુશ્કેલીઓની ખોટ છે શું? અને હવે યહોવાએ તેમાં વધારો કર્યો છે! હું નિસાસા નાખીને થાકી ગયો છું. હું આરામ અનુભવતો નથી.”‘
યહૂદિયાના રાજા સિદકિયાના અમલની શરૂઆતમાં પ્રબોધક યમિર્યાને એલામ વિષે યહોવાની વાણી દ્વારા સંદેશો આવ્યો.
“આ સૈન્યોનો દેવ યહોવાના વચન છે. એલામનું બળ એનું ધનુષ્ય છે, હું એ ધનુષ્ય જ ભાંગી નાખનાર છું.
બાબિલની આસપાસ રહેનારી પ્રજાઓ બાબિલ સામે યુદ્ધ માટે ગોઠવાઇ જાઓ, તેને ઘેરી લો, ઓ બાણાવળીઓ! તીર વરસાવો, અચકાશો નહિ, કારણ, તેણે મારી વિરુદ્ધ અપરાધ કર્યો છે.
પરંતુ તેઓનો ઉદ્ધારક મહાન છે. તેનું નામ ‘યહોવા સર્વસમર્થ’ છે. તે અસરકારક રીતે તેઓના મુકદમાની વકીલાત કરશે અને ઇસ્રાએલમાં અને જગતમાં શાંતિ લાવશે. પરંતુ બાબિલમાં અંધાધૂંધી પેદા કરશે.”
ભલે તેમના ધર્નુધારી માણસો પોતાના હથિયાર વાપરવા માટે તૈયાર ન હોય. તેમના સૈનિકોને બખતર પહેરવા દેશો નહિ. તેઓના સૈનિકો પર દયા ન બતાવશો, તેમના સૈન્યનો નાશ કરો.
તમારાં બાણને ધારદાર બનાવો! તમારા ભાથાં ભરી લો! ઢાલ ઊંચી કરો! કારણ કે બાબિલ પર ચઢાઇ કરી તેનો વિનાશ કરવા યહોવાએ માદીઓના રાજાઓને કહ્યું છે. અનિષ્ટ આચરણ કરનાર મંદિરને અપવિત્ર કરનાર લોકો પર આ રીતે યહોવા વૈર વાળી રહ્યાં છે.
“પૃથ્વી પર ઝંડો ફરકાવો, બધી પ્રજાઓમાં રણશિંગડા ફૂંકાવો, બાબિલ સામે જેહાદ જગાવવાને પ્રજાને આહવાન આપો, અરારાટ, મિન્ની અને આશ્કેનાઝના રાજ્યોને તેની સામે લડવા બોલાવો, તેની સામે હુમલો લઇ જવાને સેનાપતિ નીમો. તીડોના ટોળાંની જેમ ઘોડેસવારોને ભેગા કરો.
યહોવા કહે છે, “હું બાબિલમાં બઆલ દેવને સજા કરીશ અને તે જે ગળી ગયો છે તે તેના મુખમાંથી પાછું કાઢીશ. પ્રજાઓ તેની પાસે આવશે નહિ અને તેની પૂજા કરશે નહિ. અને બાબિલની ફરતે આવેલી દીવાલો પડી જશે.
ઉત્તરમાંથી લોકો આવીને તેનો નાશ કરશે, અને ત્યારે આકાશ અને પૃથ્વી તેમજ તેમાંનું સર્વ કઇં બાબિલના પતનથી હર્ષના પોકારો કરશે.” આ યહોવાના વચન છે.
જો કે બાબિલ આકાશે પહોંચે તોપણ અને તે પોતાના ઉંચા કોટોની કિલ્લેબંધી કરે તોપણ હું તેને હતું ન હતું કરી નાખવા માણસો મોકલીશ.” આ યહોવાના વચન છે.
“તું તેમના બધાં દુષ્કૃત્યોને ધ્યાનમાં લે, જેવી રીતે મારા ગુનાની મને સજા થઇ છે તેવી જ રીતે તેઓને પણ તું સજા કર. તેવું કર કેમકે હું સતત નિસાસા નાખું છું અને મારું હૃદય નબળું થઇ ગયું છે.”
પેરસ અર્થાત્ ભાગલા પાડેલું; તમારા સામ્રાજ્યના ભાગલા પાડવામાં આવ્યા છે અને મિદિયા અને પશિર્યાના લોકોને વહેંચી આપવામાં આવ્યા છે.”
સંદર્શનમાં મે જોયું તો, હું એલામ પ્રાંતમાં આવેલા શુશાન ગઢમાં હતો. હું ઉલાય નદીને કાંઠે ઊભો હતો.
“તેઁ જોયેલાં બે શિંગડાવાળો મેંઢો, માદી અને ઇરાનના રાજાઓ છે.
હે મારા દુશ્મન, મારી દુર્દશામાં હર્ષ ન કર; જો હું પડી જાઉં, તો પણ હું પાછો ઊઠીશ; જો હું અંધકારમાં બેસું, તો પણ યહોવા મને અજવાળારૂપ થશે.
જે બીજી પ્રજાઓ સુરક્ષિત પડેલી છે તેઓના પર હું ખૂબ રોષે ભરાયો છું, મેં મારા લોકો પર થોડો ક્રોધ કર્યો અને એનો લાભ ઉઠાવી તે પ્રજાઓએ ખૂબજ અત્યાચારો કર્યા.”
જો કોઈ વ્યક્તિ બીજાને બંદીવાન કરવા જાય છે, તો તે વ્યક્તિ પોતે જ બંદીવાન થશે. જો કોઈ બીજાને તલવારથી મારી નાખવા માટે જાય છે તો તેને પોતાને તલવારથી માર્યા જવું પડશે. આનો અર્થ એ છે કે સંતો પાસે ધીરજ અને અવિશ્વાસ હોવા જોઈએ.