સમુદ્ર નજીકના વેરાન પ્રદેશને લગતી દેવવાણી: દક્ષિણમાં વાવંટોળિયાના સુસવાટાની જેમ, રણમાંથી, ભયાનક પ્રદેશમાંથી સૈન્ય આવી રહ્યું છે.
Cross references
દક્ષિણ દિશામાંથી વંટોળિયો આવે છે, ઉત્તર દિશામાંથી ઠંડા પવનો ઊતરી આવે છે.
આમોસના પુત્ર યશાયાને બાબિલ વિષે યહોવાએ સંદર્શન આપ્યું તે આ રહ્યું:
સાંભળો! પર્વતો પર મોટી મેદનીનો કોલાહલ સંભળાય છે! ભેગા થતાં રાજ્યોનો અને પ્રજાઓનો શોરબકોર સાંભળો! સૈન્યોના દેવ યહોવા, યુદ્ધ માટે સૈન્યોને ભેગાં કરે છે.
હું મારા ભયંકર રોષના દિવસે આકાશોને ધ્રુજાવી મૂકીશ અને પૃથ્વી આકાશમાં પોતાના સ્થાનેથી ખસી જશે.”
“કારણ કે હું માદીઓને બાબિલની વિરુદ્ધ ઉશ્કેરીશ અને ચાંદીના કે સોનાના મોટા જથ્થા વડે તેઓ રીઝશે નહિ,
એમાં ફરી કદી વસતિ થશે નહિ, દીર્ઘકાળપર્યંત એમાં કોઇ વસશે નહિ, કોઇ ભટકતી ટોળી પણ ત્યાં તંબુ તાણશે નહિ, કોઇ ભરવાડ ત્યાં ઘેટાબકરાંને પણ નહિ બેસાડે.
કેમ કે યહોવા યાકૂબ પર દયા લાવશે અને ફરીથી તેમનો સ્વીકાર કરશે. અને તેઓને પોતાની ભૂમિ ઇસ્રાએલમાં વસાવશે; વિદેશીઓ તેઓની સાથે જોડાશે. અને તેઓ પોતાને યાકૂબના વંશજો સાથે જોડશે.
હું વાદળોથી પણ ઉપર જઇશ અને પરાત્પર દેવ સમાન બનીશ.”
“હું તેને શાહુડીનું વતન તથા પાણીનાં ખાબોચિયાં જેવું બનાવી દઇશ; હું વિનાશનો સાવરણો ચલાવીશ અને બધું સાફ કરી નાખીશ.” આ સૈન્યોના દેવયહોવાના વચન છે.
દમસ્કને લગતી દેવવાણી “જુઓ દમસ્ક નગર નહિ કહેવાય એવું થઇ જશે, તે ખંડિયેરનો ઢગલો થઈ જશે.
યહોવા કહે છે, “હે અપરાજીત બાબિલ નગરી, તું નીચે ઉતર અને ધૂળમાં બેસ. રાજ્યાસન ઉપરથી ઊતરીને ભોંય પર બેસ. તું કુંવારી કન્યા જેવી વણજીતાયેલી નગરી હતી, પણ હવે તું સુંવાળી કે કોમળ રહી નથી.
યહોવા કહે છે કે, “જુઓ, હું બાબિલની વિરુદ્ધ, તથા ખાલદીઓના સમગ્ર દેશની વિરુદ્ધ હું વિનાશક વાયુ લાવીશ અને તે તેઓનો નાશ કરશે.
બાબિલ પર સમુદ્ર ફરી વળ્યો છે. તેના મોજાઓએ તેને ઢાંકી દીધું છે.
લોકો કહે છે, “તે અત્યાચારોની વાતો સાંભળીને આપણે સૌ લજવાઇ મરીએ છીએ, આપણે લજ્જિત થયા છીએ, કારણ કે, વિદેશીઓ યહોવાના મંદિરના પવિત્રસ્થાનોમાં પેસી ગયા છે.”
તે અને તેની ઘાતકી સેના આવીને દેશને ખેદાન-મેદાન કરી નાખશે. તેઓ મિસર સામે તરવાર ચલાવશે અને આખો દેશ મૂડદાંથી છવાઇ જશે.
પ્રજાઓમાં અતિશય ક્રૂર એવા પરદેશીઓ તેને કાપીને ભોંયભેંગા કરી દેશે. તેની ડાળીઓ પર્વતો પર, ખીણોમાં અને નદીઓમાં વિખેરાઇ જશે. તેની છાયા તળે આશ્રય લેનારી પ્રજાઓ તેને ત્યાં જ છોડીને ચાલી જશે.
“‘પછી તેના અંતના સમયે દક્ષિણનો મિસરનો રાજા ફરીથી તેની ઉપર હુમલો કરશે. અને ઉત્તરનો અરામનો રાજા રથો, ઘોડેસવારો અને અનેક વહાણો લઇને તેના ઉપર પ્રચંડ વંટોળની જેમ ઘસી આવશે અને તેના પ્રદેશમાં દાખલ થઇ, પૂરના પાણીની જેમ બધે ફરી વળી પાર નીકળી જશે.
યહોવા તેઓને દેખાશે, અને તેના તીર વીજળીની જેમ પ્રહાર કરશે; યહોવા મારા પ્રભુ, રણશિંગું વગાડશે અને દક્ષિણમાં વંટોળિયાની જેમ યહોવા તેમના શત્રુઓની સામે જશે.