Home Bibles ચર્મિયા 50:14 · ગુજરાતી બાઇબલ
ચર્મિયા 50:14 · ગુજરાતી બાઇબલ

બાબિલની આસપાસ રહેનારી પ્રજાઓ બાબિલ સામે યુદ્ધ માટે ગોઠવાઇ જાઓ, તેને ઘેરી લો, ઓ બાણાવળીઓ! તીર વરસાવો, અચકાશો નહિ, કારણ, તેણે મારી વિરુદ્ધ અપરાધ કર્યો છે.

Cross references

1 શમુએલ 17:20

બીજે દિવસે વહેલી સવારે દાઉદ ઊઠયો અને ઘેટાં સંભાળવાનું રખેવાળને સોંપીને, ખાવાનું લઈને યશાઇની આજ્ઞા મુજબ ચાલી નીકળ્યો. લશ્કર યુદ્ધનાદ કરતું કરતું યુદ્ધક્ષેત્ર ભણી જતું હતું, ત્યાં દાઉદ છાવણીએ આવી પહોંચ્યો.

2 શમએલ 10:9

જયારે યોઆબે જોયું કે, તેને બે મોરચે યુદ્ધ કરવું પડશે, ત્યારે તેણે ઇસ્રાએલીઓને અરામીઓની સામે યુદ્ધ કરવા હારબંધ ગોઠવી દીધા.

ગીતશાસ્ત્ર 51:4

મેં તમારી વિરુદ્ધ પાપ કર્યાં છે, હા તમારી વિરુદ્ધ; જે ભયંકર કૃત્યો મેં કર્યા છે તે તમે જોયા છે. તેથી તમે તમારા નિર્ણયો અને મારી વિરુદ્ધ લીધેલા ઠરાવોમાં સાચા અને ન્યાયી છો.

યશાયા 5:28

તેમનાં બાણ ધારદાર કરેલા છે, અને ધનુષ્યો નમાવીને ખેચેલા છે. તેમના ઘોડાની ખરીઓ વજ્ર જેવી છે, અને તેમના રથના ચક્રો વંટોળિયા જેવા છે.

યશાયા 13:4

સાંભળો! પર્વતો પર મોટી મેદનીનો કોલાહલ સંભળાય છે! ભેગા થતાં રાજ્યોનો અને પ્રજાઓનો શોરબકોર સાંભળો! સૈન્યોના દેવ યહોવા, યુદ્ધ માટે સૈન્યોને ભેગાં કરે છે.

યશાયા 13:17

“કારણ કે હું માદીઓને બાબિલની વિરુદ્ધ ઉશ્કેરીશ અને ચાંદીના કે સોનાના મોટા જથ્થા વડે તેઓ રીઝશે નહિ,

ચર્મિયા 46:9

તો હે મિસરના ઘોડેસવારો, રથસવારો, અને શૂરવીર યોદ્ધાઓ, આવો! ક્રૂશના અને પુરના અને લૂદોના ઢાલ ધારણ કરેલા ધનુર્ધારીઓ, તમે સર્વ આવો!”

ચર્મિયા 49:35

“આ સૈન્યોનો દેવ યહોવાના વચન છે. એલામનું બળ એનું ધનુષ્ય છે, હું એ ધનુષ્ય જ ભાંગી નાખનાર છું.

ચર્મિયા 50:7

જે કોઇએ તેમને જોયા, તેઓને મળ્યા તે સર્વ તેઓને ખાઇ ગયા, અને કહ્યું, તેઓ પર આક્રમણ કરવા અમે મુકત છીએ, કારણ કે તેમણે યહોવા તેમના ખરેખરા પોષક (ચરાણ) વિરુદ્ધ જેમનો તેમના પૂર્વજોએ વિશ્વાસ કર્યો હતો પાપ આચર્યુ છે.

ચર્મિયા 50:9

કારણ કે, હું બળવાન પ્રજાઓના જૂથને બાબિલ વિરુદ્ધ ઉશ્કેરવાનો છું. તેઓ ઉત્તરમાંથી આવી એની સામે મોરચો માંડશે અને એને કબજે કરશે. તેમના બાણાવળીઓ કસાયેલા શિકારીની જેમ કદી ખાલી હાથે પાછા નહિ ફરે.

ચર્મિયા 50:11

યહોવા કહે છે, “હે બાબિલવાસીઓ, તમે મારી પોતાની ભૂમિને લૂંટી છે; તમે ભલે આનંદ માણો અને મોજ કરો, ગોચરમાં ઠેકડા મારતા વાછરડાની જેમ દોડો અને ઘોડાની જેમ હણહણો;

ચર્મિયા 50:29

બાબિલની સામે બાણાવળીઓનો જમાવ કરો, ધનુષ્યબાણ ચલાવનારા સૌ કોઇ નગરને ચારે તરફથી ઘેરી લો. જેથી કોઇ ભાગી જવા પામે નહિ, તેના કૃત્યોનો તેને બદલો આપો, એણે બીજાની જે દશા કરી છે તે એની કરો. કારણ કે, એ મારા પ્રત્યે ઇસ્રાએલના પરમપવિત્ર યહોવા પ્રત્યે તોછડાઇથી વત્ર્યો છે.

ચર્મિયા 50:42

લોકોએ ધનુષ્ય અને તરવાર ધારણ કરી છે; તેઓ ક્રૂર અને ઘાતકી છે. ઘોડે ચઢીને સાગરની જેમ ગર્જના કરતા આવે છે. એકેએક માણસ, હે બાબિલ, તારી સામે યુદ્ધ માટે સજ્જ છે.

ચર્મિયા 51:2

હું વિદેશીઓને બાબિલમાં મોકલીશ; તેઓ તેને ઊપણશે અને દૂર સુધી ઉડાડી મૂકશે, વિપત્તિના દિવસે તેઓ ચારે તરફથી તેના પર ચઢી આવશે અને દેશને ચારેબાજુથી ઘેરી લઇ ઉજ્જડ કરી નાખશે.

ચર્મિયા 51:11

તમારાં બાણને ધારદાર બનાવો! તમારા ભાથાં ભરી લો! ઢાલ ઊંચી કરો! કારણ કે બાબિલ પર ચઢાઇ કરી તેનો વિનાશ કરવા યહોવાએ માદીઓના રાજાઓને કહ્યું છે. અનિષ્ટ આચરણ કરનાર મંદિરને અપવિત્ર કરનાર લોકો પર આ રીતે યહોવા વૈર વાળી રહ્યાં છે.

ચર્મિયા 51:27

“પૃથ્વી પર ઝંડો ફરકાવો, બધી પ્રજાઓમાં રણશિંગડા ફૂંકાવો, બાબિલ સામે જેહાદ જગાવવાને પ્રજાને આહવાન આપો, અરારાટ, મિન્ની અને આશ્કેનાઝના રાજ્યોને તેની સામે લડવા બોલાવો, તેની સામે હુમલો લઇ જવાને સેનાપતિ નીમો. તીડોના ટોળાંની જેમ ઘોડેસવારોને ભેગા કરો.

હબાક્કુક 2:8

તમે ઘણા દેશોના લોકોને લૂંટયા છે, તેથી તે બાકી રહેલા લોકો તને લૂંટશે; માણસોના રકતપાતને, અને દેશમાં હિંસાને લીધે, નગર તથા તેના સર્વ રહેવાસીઓને લૂંટી લેવાશે.

હબાક્કુક 2:17

“કારણ કે લબાનોન પર કરેલા ગુનાઓ તને ઢાંકી દેશે. અને ત્યાંના પ્રાણીઓ પર લાદેલો ત્રાસ તેને ભયભીત બનાવી દેશે, કારણ કે તેણે લોકોને મારી નાખ્યા છે અને દેશમાં હિંસા લાવી છે, તેણે નગર અને તેમાં રહેનારાઓ સાથે ખરાબ વર્તાવ કર્યો છે.”

પ્રકટીકરણ 17:5

તેના કપાળ પર એક શીર્ષક (નામ) લખાયેલું હતું, આ શીર્ષકનો ગુપ્ત અર્થ છે. જેનું લખાણ આ પ્રમાણે હતું:હે મહાન બાબિલોન વેશ્યાઓની માતા અને પૃથ્વી પરની દુષ્ટ બાબતોની માતા

Interlinear

Choose Theme