Home Bibles ઊત્પત્તિ 41:46 · ગુજરાતી બાઇબલ
ઊત્પત્તિ 41:46 · ગુજરાતી બાઇબલ

જયારે યૂસફ 30 વર્ષનો હતો, ત્યારે ફારુનની નોકરીમાં જોડાયો. તે આખા મિસર દેશમાં ફરી વળ્યો.

Cross references

ઊત્પત્તિ 37:2

યાકૂબના પરિવારની આ કથા છે.યૂસફ 17 વર્ષનો યુવાન હતો. તેનું કામ ઘેટાંબકરાંને ચરાવવાનું અને તેમની દેખભાળ રાખવાનું હતું. યૂસફ આ કામ પોતાના ભાઈઓ એટલે કે, બિલ્હાહ તથા ઝિલ્પાહના પુત્રોની સાથે કરતો હતો. (બિલ્હાહ અને ઝિલ્પાહ તેના પિતાની પત્નીઓ હતી.)

ગણના 4:3

ત્રીસથી પચાસ વર્ષની ઉમરના મુલાકાત મંડપમાં સેવા કરવા લાયક બધા પુરુષોની કુટુંબવાર નૌંધણી કરો.

1 શમુએલ 16:21

દાઉદ શાઉલ પાસે આવ્યો, ને તેની સન્મુખ ઊભો રહ્યો. તેને જોતાં જ તેના પર તેને ખૂબ પ્રેમભાવ જાગ્યો; અને તેને તેનો શસ્ત્ર વાહક બનાવ્યો.

2 શમએલ 5:4

દાઉદ રાજગાદી પર બેઠો ત્યારે તેની ઉંમર30 વર્ષની હતી. તેણે40 વરસ રાજય કર્યુ.

1 રાજઓ 12:6

ત્યારબાદ રાજા રહાબઆમે પોતાના પિતા સુલેમાંન જીવતા હતા ત્યારે જે વડીલો તેના સલાહકારો હતા તેઓની સલાહ લીધી. તેણે પૂછયું, “તમે મને આ લોકોને શો જવાબ આપવો તેની સલાહ આપો. “

1 રાજઓ 12:8

પરંતુ રહાબઆમે આ વડીલોની સલાહની અવગણના કરી; અને તેણે પોતાની સાથે ઉછરેલા જુવાન મિત્રોને બોલાવ્યા અને તેમની સલાહ લીધી,

નીતિવચનો 22:29

પોતાના કામમાં કુશળ માણસને તું જુએ તો જાણજે કે, તે તો રાજાઓની હાજરીમાં રહેશે, હલકા માણસોની હાજરીમાં નહિ રહે.

દારિયેલ 1:4

જે યુવાનોમાં કોઇ પણ પ્રકારની ખોડખાંપણ ન હોય, પણ ઘણા રૂપાળા, સર્વ બાબતમાં જ્ઞાનસંપન્ન, વિદ્યાપારંગત, વિજ્ઞાનનાં જાણકાર હોય, વળી રાજમહેલમાં રહેવાને લાયક હોય, એવા ઇસ્રાએલી યુવાનોને પસંદ કરીને તું તેઓને ખાલદીઓની ભાષા તથા લખાણ વિષે શીખવ.

દારિયેલ 1:19

રાજા નબૂખાદનેસ્સારે તેઓની સાથે વાતચીત કરી; તો સર્વમાં દાનિયેલ, હનાન્યા, મીશાએલ તથા અઝાર્યાના જેવા બીજા કોઇ ન મળ્યા. તેથી રાજા વધારે પ્રભાવિત થયો અને તેઓને રાજાના સલાહકાર મંડળમાં સામેલ કર્યા.

લૂક 3:23

ઈસુએ જ્યારે સેવાની શરૂઆત કરી ત્યારે તેની ઉંમર લગભગ 30 વર્ષની હતી. લોકોના ધાર્યા પ્રમાણે ઈસુ યૂસફનો દીકરો હતો. એલીનો દીકરો યૂસફ હતો.

લૂક 21:36

તેથી હર વખત તૈયાર રહો. અને પ્રાર્થના કરો કે આ બધું જે થવાનું છે તેમાંથી તમારી જાતને સુરક્ષિત રીતે પસાર થવા તથા માણસના દીકરા સમક્ષ ઊભા રહેવાને તમે પ્રબળ થાઓ.”

યહૂદાનો પત્ર 1:24

તમને ઠોકર ખાતાં બચાવીને ભરપૂર આનંદથી ગૌરવ સહિત પોતાના મહિમાવંત સાન્નિધ્યમાં નિર્દોષ રજુ કરવા તે (દેવ) સમર્થ છે.

Interlinear

Choose Theme