યાકૂબના પરિવારની આ કથા છે.યૂસફ 17 વર્ષનો યુવાન હતો. તેનું કામ ઘેટાંબકરાંને ચરાવવાનું અને તેમની દેખભાળ રાખવાનું હતું. યૂસફ આ કામ પોતાના ભાઈઓ એટલે કે, બિલ્હાહ તથા ઝિલ્પાહના પુત્રોની સાથે કરતો હતો. (બિલ્હાહ અને ઝિલ્પાહ તેના પિતાની પત્નીઓ હતી.)
Cross references
આ છે આકાશ અને પૃથ્વીનાં સર્જનનો ઈતિહાસ. જયારે દેવે પૃથ્વી અને આકાશ બનાવ્યાં.
આ પ્રકરણ આદમના પરિવારનો આ ઇતિહાસ છે. દેવે મનુષ્યને પોતાના સ્વરૂપમાં જ બનાવ્યો.
નૂહના પરિવારની આ કથા છે. આખું જીવન નૂહ દેવને અનુસર્યો. તેના સમયમાં નૂહ એક પ્રામાંણીક માંણસ હતો.
નૂહના પુત્રો શેમ, હામ અને યાફેથ હતા. જળપ્રલય પછી એ ત્રણે ઘણા પુત્રોના પિતા થયા. અહીં ત્રણેય ના પુત્રોની યાદી આપવામાં આવી છે.
આથી રાહેલે પોતાની દાસી બિલ્હાહ યાકૂબને પત્ની તરીકે સોંપી. યાકૂબે બિલ્હાહને ઋતુદાન કર્યુ.
પછી લેઆહે વિચાર્યુ કે, તે હવે વધારે બાળકોને જન્મ આપી શકેે તેમ નથી. એટલે પોતાની દાસી ઝિલ્પાહ યાકૂબને પત્ની તરીકે આપી.
ઇસ્રાએલ ત્યાં થોડો સમય રોકાયો. જયારે તે ત્યાં હતો ત્યારે રૂબેન ઇસ્રાએલની દાસી બિલ્હાહ સાથે સૂઈ ગયો. ઇસ્રાએલે જયારે આ જાણ્યું ત્યારે તે બહું જ ગુસ્સે થયો.
રાહેલની દાસી બિલ્હાહને પેટે જન્મેલા બે પુત્રો હતા: દાન અને નફતાલી.
અને યૂસફે તો તેના ભાઈઓને ઓળખ્યા પણ તે લોકોએ તેને ના ઓળખ્યો.
હવે એલી ઘણો વૃદ્વ થયો હતો. પોતાના પુત્રો ઇસ્રાએલીઓ સાથે કેવી રીતે વર્તતા તે, અને યહોવાના મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ ભેગી થતી સ્ત્રીઓ સાથે સૂતા પણ હતા એ બધુ તે સાંભળતો હતો.
જગત તમને ધિક્કારી શકશે નહિ. પરંતુ જગત મને ધિક્કારે છે. શા માટે? કારણ કે હું જગતમાં લોકોને કહું છું કે તેઓ ભૂંડા કામો કરે છે.
મારા ભાઈઓ અને બહેનો, ખ્લોએ પરિવારના કેટલા એક સભ્યોએ મને તમારા વિષે જણાવ્યું. મેં સાંભળ્યું છે કે તમારામાં અંદરો અંદર મતભેદ છે.
લોકો ખરેખર આમ બોલી રહ્યા છે કે તમારામાં વ્યભિચારનું પાપ છે. અને વ્યભિચારનું એક એવા ખરાબ પ્રકારનું પાપકર્મ છે કે જે લોકો દેવને જાણતા નથી તેવા લોકોમાં પણ વ્યાપ્ત નથી. લોકો આમ કહે છે કે પેલા માણસ સાથે તેના પિતાની પત્ની છે.
પ્રથમ તો હું સાંભળું છું કે જ્યારે તમે મંડળીમાં એકઠા થાઓ ત્યારે તમારામાં ભાગલા પડેલા હોય છે. આમાંથી કેટલીક બાબતોને હું માનું છું.