Home Bibles ☰ Books ઊત્પત્તિ 30:9 · ગુજરાતી બાઇબલ
ઊત્પત્તિ 30:9 · ગુજરાતી બાઇબલ

પછી લેઆહે વિચાર્યુ કે, તે હવે વધારે બાળકોને જન્મ આપી શકેે તેમ નથી. એટલે પોતાની દાસી ઝિલ્પાહ યાકૂબને પત્ની તરીકે આપી.

Cross references

ઊત્પત્તિ 16:3

એટલે ઇબ્રામની પત્ની સારાયે પોતાની દાસી હાગારને પોતાના પતિ ઇબ્રામને પત્ની તરીકે આપી. તે વખતે ઇબ્રામને કનાનમાં રહેતાં 10 વર્ષ થયાં હતાં.

ઊત્પત્તિ 29:24

લાબાને પોતાની દાસી ઝિલ્પાહ લેઆહને દાસી તરીકે આપી.

ઊત્પત્તિ 29:35

પછી લેઆહને ચોથો પુત્ર થયો. તેણીએ એ બાળકનું નામ યહૂદા પાડયું. અને તેણી બોલી, “આ વખતે હું યહોવાની પ્રસંશા કરીશ.” આથી તેણીએ તેનું નામ યહૂદા પાડયું. એ પછી તેણીને સંતાન થતાં બંધ થયાં.

ઊત્પત્તિ 30:4

આથી રાહેલે પોતાની દાસી બિલ્હાહ યાકૂબને પત્ની તરીકે સોંપી. યાકૂબે બિલ્હાહને ઋતુદાન કર્યુ.

ઊત્પત્તિ 30:17

તેથી દેવે લેઆહને ફરીથી ગર્ભવતી થવા દીધી. તેણે યાકૂબના પાંચમાં પુત્રને જન્મ આપ્યો.

ઊત્પત્તિ 46:18

લાબાને પોતાની પુત્રી લેઆહને આપેલી. ઝિલ્પાહને યાકૂબથી થયેલા આ પુત્રો છે. તેઓ સર્વ મળીને કુલ સોળ હતા.

Interlinear

Choose Theme