Home Bibles ☰ Books ઊત્પત્તિ 29:11 · ગુજરાતી બાઇબલ
ઊત્પત્તિ 29:11 · ગુજરાતી બાઇબલ

પછી યાકૂબ રાહેલને ચૂમીને પોક મૂકીને રડ્યો.

Cross references

ઊત્પત્તિ 27:26

પછી ઈસહાકે તેને કહ્યુ, “પુત્ર, માંરી પાસે આવ, અને મને ચુંબન કર.”

ઊત્પત્તિ 29:13

લાબાને પોતાની બહેનના પુત્ર યાકૂબના સમાંચાર સાંભળ્યા, તેથી તે ભાણેજને મળવા માંટે દોડયો. અને તેને ભેટી પડયો, ચુંબન કરવા લાગ્યો અને પોતાને ઘેર લઈ આવ્યો. યાકૂબે જે કાંઈ થયું હતું તે બધુંજ લાબાનને કહી સંભળાવ્યું.

ઊત્પત્તિ 33:4

જયારે એસાવે યાકૂબને જોયો. તે તેને મળવા દોડી આવ્યો અને તે તેને ભેટીને તેને ગળે વળગી પડીને ચુંબન કરવા લાગ્યો. બંન્ને ભાઈની આંખમાં આનંદના અશ્રુ આવ્યાં. બંન્ને રડી પડયા.

ઊત્પત્તિ 43:30

યૂસફ ઝડપથી બહાર ચાલ્યો ગયો; કારણ કે પોતાના ભાઈને જોઈને તેનું હૈયું ભરાઈ આવ્યું, તે રડી પડવાની તૈયારીમાં હતો. તેથી પોતાની ઓરડીમાં જઈને તે ત્યાં રડવા લાગ્યો.

ઊત્પત્તિ 45:2

તે એટલા મોટા સાદે રડયો કે, મિસરીઓએ તે સાંભળ્યું અને ફારુનના પરિવારને પણ તેની ખબર પડી. પછી યૂસફે પોતાના ભાઈઓને કહ્યું,

ઊત્પત્તિ 45:14

પછી તે તેના ભાઈ બિન્યામીનને બાથભરી અને રડ્યો. બિન્યામીન પણ તેને ભેટતી વખતે રડવા લાગ્યો.

નિર્ગમન 4:27

યહોવાએ હારુન સાથે વાત કરી હતી. યહોવાએ તેને કહ્યું હતું, “રણમાં જા અને મૂસાને મળ.” એટલા માંટે હારુન દેવના પર્વત પર જઈને તેને મળ્યો અને ભેટી પડ્યો.

નિર્ગમન 18:7

એટલા માંટે મૂસા તેના સસરાને મળવા સામો ગયો અને પ્રણામ કરીને ચુંબન કર્યુ. બંનેએ પરસ્પર એકબીજાને ક્ષેમકુશળતાના સમાંચાર પૂછયા. પછી તેઓ મૂસાની છાવણીમાં વધારે વાતો કરવા માંટે ગયા.

રોમનોને પત્ર 16:16

તમે જ્યારે એક બીજાને મળો ત્યારે મંડળીમાં આવનાર બધાને પવિત્ર ચુંબન વડે સલામ કરજો. ખ્રિસ્તમાં વિશ્વાસ રાખનાર બધી મંડળીઓ તમને સલામ કહે છે.

Interlinear

Choose Theme