Home Bibles ઊત્પત્તિ 29:13 · ગુજરાતી બાઇબલ
ઊત્પત્તિ 29:13 · ગુજરાતી બાઇબલ

લાબાને પોતાની બહેનના પુત્ર યાકૂબના સમાંચાર સાંભળ્યા, તેથી તે ભાણેજને મળવા માંટે દોડયો. અને તેને ભેટી પડયો, ચુંબન કરવા લાગ્યો અને પોતાને ઘેર લઈ આવ્યો. યાકૂબે જે કાંઈ થયું હતું તે બધુંજ લાબાનને કહી સંભળાવ્યું.

Cross references

ઊત્પત્તિ 24:29

રિબકાના ભાઈનું નામ લાબાન હતું. રિબકાએ તે વ્યકિતએ જે વાત કરી હતી તે વાતો ભાઈને કહી. લાબાન તેની વાતો સાંભળી રહ્યો હતો ત્યારે,

ઊત્પત્તિ 24:32

તેથી ઇબ્રાહિમનો નોકર ઘરમાં ગયો. લાબાને ઊંટના બંધનો છોડી નાખ્યા, ઊંટો માંટે ઘાસચારો આપ્યો. અને તેને અને તેના માંણસોને પગ ધોવા માંટે પાણી આપ્યું.

ઊત્પત્તિ 45:15

ત્યાર બાદ યૂસફે પોતાના બધાં જ ભાઈઓને ચુંબન કર્યા અને તેમને ભેટીને રડ્યો. પછી તેના ભાઈઓએ તેની સાથે વાતચીત કરી.

નિર્ગમન 4:27

યહોવાએ હારુન સાથે વાત કરી હતી. યહોવાએ તેને કહ્યું હતું, “રણમાં જા અને મૂસાને મળ.” એટલા માંટે હારુન દેવના પર્વત પર જઈને તેને મળ્યો અને ભેટી પડ્યો.

નિર્ગમન 18:7

એટલા માંટે મૂસા તેના સસરાને મળવા સામો ગયો અને પ્રણામ કરીને ચુંબન કર્યુ. બંનેએ પરસ્પર એકબીજાને ક્ષેમકુશળતાના સમાંચાર પૂછયા. પછી તેઓ મૂસાની છાવણીમાં વધારે વાતો કરવા માંટે ગયા.

2 શમએલ 19:39

પછી રાજા અને તેના લોકો યર્દન નદી ઓળંગી ગયા. બાઝિર્લ્લાયને મળ્યા બાદ રાજાએ તેને આશીર્વાદ આપ્યા, અને બાઝિર્લ્લાય પાછો પોતાને નગર ગયો.

લૂક 7:45

તેં મને ચુંબન કર્યુ નથી, પણ હું જ્યારથી અંદર આવ્યો ત્યારથી તે જરા પણ રોકાયા વગર મારા પગને ચુંબન કર્યા કરે છે!

પ્રેરિતોનાં ક્રત્યો 20:37

તેઓ બધા બહુ રડવા લાગ્યા. તે માણસો ઘણા દુ:ખી હતા, કારણ કે પાઉલે કહ્યું હતું કે તેઓ કદાપિ ફરી તેને જોઈ શકશે નહિ.

રોમનોને પત્ર 16:16

તમે જ્યારે એક બીજાને મળો ત્યારે મંડળીમાં આવનાર બધાને પવિત્ર ચુંબન વડે સલામ કરજો. ખ્રિસ્તમાં વિશ્વાસ રાખનાર બધી મંડળીઓ તમને સલામ કહે છે.

કલોસ્સીઓને પત્ર 4:5

જે લોકો વિશ્વાસુ નથી તેવા લોકો સાથે ડહાપણથી વર્તો. તમારા સમયનો સદુપયોગ કરો.

Interlinear

Interlinear data is unavailable for this verse.

Choose Theme