Home Bibles ઊત્પત્તિ 27:4 · ગુજરાતી બાઇબલ
ઊત્પત્તિ 27:4 · ગુજરાતી બાઇબલ

અને મને ભાવતી સ્વાદિષ્ટ વાનગી બનાવીને માંરા માંટે લઈ આવ. જેથી હું ખાઉં અને મરતાં પહેલાં તને આશીર્વાદ આપું.”

Cross references

ઊત્પત્તિ 14:19

અને તેણે ઇબ્રામને આશીર્વાદ આપતાં કહ્યું:“પૃથ્વી અને આકાશના સર્જનહાર પરાત્પર દેવના આશીર્વાદ ઇબ્રામ પર ઊતરો.

ઊત્પત્તિ 24:60

જયારે તે વિદાય થતી હતી ત્યારે આશીર્વાદ આપ્યા કે,“અમાંરી બહેન, લાખો પુત્રોની માંતા થાઓ, અને તારા વંશજો દુશ્મનોના શહેરો કબજે કરો.”

ઊત્પત્તિ 27:7

તારા પિતાએ કહ્યું, ‘માંરા ખાવા માંટે શિકાર કરીને કંઈક લઈ આવ, અને સ્વાદિષ્ટ ભોજન તૈયાર કર, જેથી હું ખાઉં અને મરતાં પહેલાં દેવની સાક્ષીએ તને આશીર્વાદ આપું.’

ઊત્પત્તિ 27:14

એટલે યાકૂબ બહાર ગયો. તેણે બે બકરીઓ પકડી. અને તે તેને તેની માંતા પાસે લાવ્યો. રિબકાએ ઇસહાકની પસંદગી પ્રમાંણે સ્વાદિષ્ટ વાનગી બનાવી.

ઊત્પત્તિ 27:23

ઇસહાકને એ ખબર ના પડી કે, આ યાકૂબ છે, કારણ કે તેના હાથ એસાવના હાથની જેમ રૂવાંટીવાળા હતા. તેથી ઇસહાકે, યાકૂબને આશીર્વાદ આપ્યા.

ઊત્પત્તિ 27:25

પછી ઇસહાકે કહ્યું, “ખાવાનું લાઓ. હું તે ખાઈશ અને તને આશીર્વાદ આપીશ.” એથી યાકૂબે તેમને ખાવાનું આપ્યું અને તેમણે ખાધું. પછી તેણે દ્રાક્ષારસ આપ્યો, અને તેણે તે પીધો.

ઊત્પત્તિ 27:27

તેથી યાકૂબ પોતાના પિતાની પાસે ગયો અને ચુંબન કર્યુ. ઇસહાકે, એસાવનાં વસ્રોની ગંધ પારખી અને તેને આશીર્વાદ આપ્યા. ઇસહાકે કહ્યું,“અરે! માંરા પુત્રના શરીરની વાસ તો યહોવાએ આશીર્વાદ આપેલા ખેતરની વાસ જેેવી છે.

ઊત્પત્તિ 27:31

એસાવે પોતાના પિતાની પસંદગીનું વિશિષ્ટ ભોજન બનાવીને પોતાના પિતા પાસે મૂકયું. તેણે તેના પિતાને કહ્યું, “પિતાજી, ઊઠો અને ભોજન કરો. તમાંરા પુત્રએ તમાંરા માંટે શિકાર કર્યો છે, તે જમો. પછી તમે મને આશીર્વાદ આપી શકો છો.”

ઊત્પત્તિ 28:3

હું પ્રાર્થના કરું છું કે, સર્વસમર્થ દેવ તને આશીર્વાદ આપો અને તમને ઘણા પુત્રો આપે. અને તારો વંશવેલો એટલો વધારો કે, તારામાંથી અનેક પ્રજાઓ પેદા થાય.

ઊત્પત્તિ 48:9

એટલે યૂસફે કહ્યું, “એ તો માંરા પુત્રો છે, જે દેવે મને અહીં આપ્યાં છે.”ઇસ્રાએલે કહ્યું, “એમને માંરી પાસે લાવ, જેથી હું એમને આશીર્વાદ આપું.”

ઊત્પત્તિ 48:15

પછી તેણે યૂસફને આશીર્વાદ આપતાં કહ્યું,“જે દેવની સાક્ષીએ માંરા પિતૃઓ ઇબ્રાહિમ અને ઇસહાક ચાલતા હતા, જે દેવે મને સમગ્ર જીવનપર્યત સંભાળ્યો.

ઊત્પત્તિ 49:28

એ બધાં ઇસ્રાએલના બાર કુળ છે; તેમના વડવાએ તેમને જે કહીને આશીર્વાદ આપ્યા તે આ છે; તેણે પ્રત્યેકને પોતપોતાની યોગ્યતા પ્રમાંણે તેઓને આશીર્વાદ આપ્યા.

લેવીય 9:22

ત્યારબાદ હારુને હાથ ઊચા કરીને લોકોને આશીર્વાદ આપ્યા. આમ પાપાર્થાર્પણ, દહનાર્પણ અને શાંત્યર્પણ ચઢાવ્યા પછી તે વેદી પરથી નીચે ઊતર્યો.

પુનર્નિયમ 33:1

દેવના વિશ્વાસુ સેવક મૂસાએ પોતાના મૃત્યુ પહેલાં ઇસ્રાએલીઓને આ પ્રમાંણે આશીર્વાદ આપ્યા હતા.

યહોશુઆ 14:13

તેથી યહોશુઆએ યફૂન્નેહના દીકરા કાલેબને આશીર્વાદ આપ્યા અને હેબ્રોનનો પ્રદેશ તેને આપી દીધો.

યહોશુઆ 22:6

યહોશુઆએ તેઓને આશીર્વાદ આપીને વિદાય કર્યા, અને તેઓ પોતાને ધેર પાછા ફર્યા.

લૂક 2:34

પછી શિમયોને તેઓને આશીર્વાદ આપ્યો. અને ઈસુની મા મરિયમને કહ્યું, “ઈસ્ત્રાએલના ઘણા લોકોની ચડતી પડતી આ બાળકને કારણે થશે. તે દેવની તરફથી એંધાણીરુંપ બનશે. જેને કેટલાક લોકો સ્વીકારવા ના પાડશે.

લૂક 24:51

જ્યારે ઈસુ તેઓને આશીર્વાદ આપતો હતો ત્યારે તેઓથી તે છૂટો પડ્યો અને આકાશમાં લઈ જવામાં આવ્યો.

હિબ્રૂઓને પત્ર 11:20

વિશ્વાસના કારણે જ ઈસહાકે તેના દીકરા યાકૂબ અને એસાવને ભવિષ્ય સબંધી આશીર્વાદ આપ્યો.

Interlinear

Choose Theme