ઊત્પત્તિ 27:3 · ગુજરાતી બાઇબલ
એટલે તું તારાં હથિયાર, બાણો અને ધનુષ્ય લે અને જંગલમાં જઈને માંરે માંટે શિકાર કરીને કંઈક લાવ.
Cross references
ઊત્પત્તિ 10:9
તે યહોવાની કૃપાથી એક મોટો શિકારી પણ હતો. અને તેથી જ લોકો કહે છે, “દેવ તમને નિમ્રોદ જેવા મોટા શિકારી બનાવો.”
ઊત્પત્તિ 25:27
બાળકો મોટા થયાં ત્યારે ‘એસાવ’ કુશળ શિકારી થયો, અને તે ખેતરોમાં રહેવાનું પસંદ કરતો. જયારે યાકૂબ શાંત પ્રકૃતિનો હતો. અને તંબુઓમાં સ્થિર થઈને રહેતો હતો.
ઊત્પત્તિ 25:28
ઇસહાક એસાવને ખૂબ પ્રેમ આપતો, તે તેને ખૂબ વહાલો હતો. એસાવ શિકાર કરીને જે પશુને લાવતો તેનું માંસ તે ખાતો હતો. પરંતુ યાકૂબ રિબકાને વહાલો હતો.
યશાયા 7:24
માણસ, ધનુષબાણ લઇને ત્યાં ફકત શિકાર કરવા જશે, કારણ, કાંટા અને ઝાંખરાંથી બધો પ્રદેશ છવાઇ ગયો હશે.
1 કરિંથીઓને 6:12
“દરેક વસ્તુઓ માટે મને છૂટ છે.” પરંતુ દરેક વસ્તુ સારી હોતી નથી. “દરેક વસ્તુઓ માટે મને છૂટ છે.” પરંતુ કોઈ પણ વસ્તુને હું મારા પર પ્રભુત્વ સ્થાપવા દઈશ નહિ.