Home Bibles ☰ Books ઊત્પત્તિ 27:19 · ગુજરાતી બાઇબલ
ઊત્પત્તિ 27:19 · ગુજરાતી બાઇબલ

યાકૂબે પોતાના પિતાને કહ્યું, “હું તમાંરો મોટો પુત્ર એસાવ છું, તમે જે કહ્યું હતું તે પ્રમાંણે મેં કર્યુ છે. હવે તમે બેઠા થાઓ, અને મેં જે શિકાર તમાંરા માંટે કર્યો છે તેની વાનગી ખાઈને મને આશીર્વાદ આપો.”

Cross references

ઊત્પત્તિ 25:25

પ્રથમ જનીત બાળક તે લાલ હતો. તેના આખા શરીરે વાળ હતા, જાણે તેણે વાળનો ઝભ્ભો ન પહેર્યો હોય, આથી તેણીએ તેનું નામ એસાવ પાડયું.

ઊત્પત્તિ 27:4

અને મને ભાવતી સ્વાદિષ્ટ વાનગી બનાવીને માંરા માંટે લઈ આવ. જેથી હું ખાઉં અને મરતાં પહેલાં તને આશીર્વાદ આપું.”

ઊત્પત્તિ 27:21

પછી ઇસહાકે યાકૂબને કહ્યું, “બેટા, માંરી પાસે આવ, જેથી હું તારો સ્પર્શ કરી શકું અને જાણી શકું કે, તું માંરો પુત્ર એસાવ છે કે, નહિ?”

ઊત્પત્તિ 27:24

ઇસહાકે કહ્યું, “શું, તું ખરેખર માંરો પુત્ર એસાવ જ છે?” યાકૂબે જવાબ આપ્યો, “હાજી!”

ઊત્પત્તિ 29:23

તે રાત્રે લાબાન પોતાની પુત્રી લેઆહને યાકૂબ પાસે લાવ્યો. યાકૂબે અને લેઆહએ પરપસ્પર શારીરિક સંબંધ બાંધ્યો.

1 રાજઓ 13:18

વૃદ્વ પ્રબોધકે કહ્યું, “હું પણ તમાંરા જેવો પ્રબોધક છું;” અને આજે મને એક દેવદૂતે યહોવાનો સંદેશો આપતા કહ્યું છે કે, “માંરે તને ખોરાક અને પાણી માંટે માંરી સાથે ઘેર લઈ જવો.” હકીકતમાં વૃદ્વ પ્રબોધક તેની આગળ જૂઠ્ઠું બોલતો હતો.

1 રાજઓ 14:2

અને યરોબઆમે પોતાની પત્નીને કહ્યું, “આમ જો, તું માંરી પત્ની છે એની લોકોને ખબર ન પડે, કોઇ તને ઓળખી ન શકે તે રીતે વેશપલટો કરીને તું શીલોહ જા. અહિયા પ્રબોધક ત્યાં રહે છે, જેણે કહ્યું હતું કે, હું આ લોકોનો રાજા થવાનો છું.

યશાયા 28:15

કારણ કે તમે એમ કહો છો કે, અમે મૃત્યુ સાથે કરાર કર્યો છે, અમે શેઓલની સાથે સમજૂતી કરી છે; જ્યારે વિનાશનો ચાબખો વીંજાશે ત્યારે તે અમને સ્પર્શ કરશે નહિ, કારણ કે અમે જૂઠાણાનો આશ્રય લીધો છે, અને અમારી જાતને જુઠ્ઠાણામાં છુપાવી દીધી છે.

ઝખાર્યા 13:3

એ પછી જો કોઇ પ્રબોધકની જેમ વર્તશે તો તેને જન્મ આપનારા તેના માબાપ તેને કહેશે કે, તને જીવવાનો અધિકાર નથી, કારણ, ‘તું યહોવાને નામે જૂઠું બોલે છે.’ અને પ્રબોધક તરીકે વર્તવા માટે તેને જન્મ આપનારા તેના માબાપ જ તેને વીંધી નાખશે.

માથ્થી 26:70

પણ પિતરે કહ્યું કે, તે ઈસુ સાથે કદી હતો નહિ. તેણે ત્યાં બધા લોકોને આ કહ્યું. પિતરે કહ્યું, “તમે કોના વિષે વાત કરો છો તે હું જાણતો નથી.”

Interlinear

Choose Theme