Home Bibles 1 રાજઓ 14:2 · ગુજરાતી બાઇબલ
1 રાજઓ 14:2 · ગુજરાતી બાઇબલ

અને યરોબઆમે પોતાની પત્નીને કહ્યું, “આમ જો, તું માંરી પત્ની છે એની લોકોને ખબર ન પડે, કોઇ તને ઓળખી ન શકે તે રીતે વેશપલટો કરીને તું શીલોહ જા. અહિયા પ્રબોધક ત્યાં રહે છે, જેણે કહ્યું હતું કે, હું આ લોકોનો રાજા થવાનો છું.

Cross references

યહોશુઆ 18:1

સમગ્ર ઇસ્રાએલી લોકો શીલોહમાં એકત્ર થયા અને તેમણે મુલાકાતમંડપ ઉભો કર્યો, હવે બધાં ક્ષેત્રો જીતાઈ ગયા હતા અને તેમના તાબામાં હતા.

1 શમુએલ 28:8

આથી શાઉલે રાજવી-ઝભ્ભો ઉતારી મૂકયો, અને સામાંન્ય પોશાક પહેરીને વેશપલટો કર્યો અને રાત્રે પોતાના બે માંણસો સાથે તે સ્ત્રીને ઘેર મળવા ગયો. તેણે વિનંતી કરી, “પ્રેતને પૂછીને મને માંરું ભવિષ્ય કહે, હું કહું તેના પ્રેતને તું બોલાવ.”

2 શમએલ 14:2

તેથી તેણે તકોઓમાંથી એક ચતુર સ્ત્રીને તેને મળવા લઇ આવવા સંદેશો મોકલ્યો. તેને કહ્યું, “તું શોકમાં હોય તેવો ઢોંગ કરજે. શોકનાં વસ્ત્રો ધારણ કરજે. તું લાંબા સમયથી શોકમાં છે તેવો તારો દેખાવ અને વર્તન રાખજે.

1 રાજઓ 11:29

એક દિવસ યરોબઆમ યરૂશાલેમની બહાર ગયો હતો, ત્યારે શીલોનો પ્રબોધક અહિયા એને રસ્તામાં મળ્યો. અહિયાએ નવો ઝભ્ભો પહેર્યો હતો; એ બંને ખુલ્લા વગડામાં તદૃન એકલા જ હતા.

1 રાજઓ 11:31

પછી અહિયાએ યરોબઆમને કહ્યું કે, “આમાંના દશ ટુકડા લે, કારણ કે ઇસ્રાએલના યહોવા દેવ કહે છે, ‘હું સુલેમાંનના હાથમાંથી રાજ્ય આંચકી લઈશ અને દશ ટોળીઓ હું તને આપીશ.

1 રાજઓ 14:5

પરંતુ યહોવાએ તેને કહ્યું હતું કે, “યરોબઆમની પત્ની પોતાના માંદા બાળક વિષે તને સવાલ કરવા આવી રહી છે; તેણી આવશે ત્યારે કોઈક બીજુંજ હોવાનો ઢોંગ કરશે. તેણીને આ કહેજે.”

1 રાજઓ 22:30

ઇસ્રાએલના રાજાએ યહોશાફાટને કહ્યું, “હું વેશપલટો કરીને યુદ્ધમાં જઈશ; પણ તમે તમાંરા બાદશાહી પોશાક પહેરી રાખજો,” આમ ઇસ્રાએલનો રાજા વેશપલટો કરીને યુદ્ધમાં ગયો.

2 કાળવ્રત્તાંત 18:29

ઇસ્રાએલના રાજાએ યહોશાફાટને કહ્યું, “યુદ્ધમાં જતી વખતે હું વેશપલટો કરીશ પણ તમે તમારો બાદશાહી પોશાક પહેરી રાખજો.” આમ ઇસ્રાએલના રાજાએ વેશપલટો કર્યો અને યુદ્ધમાં ગયો.

2 કાળવ્રત્તાંત 28:4

તેણે પર્વતો પર આવેલાં ઉચ્ચસ્થાનકોમાં અને પર્વત ઉપરના પ્રત્યેક લીલા વૃક્ષ નીચે યજ્ઞો કરીને ધૂપ બાળ્યાં.

લૂક 12:2

જે કંઈ છુપાવી રાખેલું છે તે બતાવશે. જે કંઈ ગુપ્ત છે તે પ્રગટ કરાશે.

Interlinear

Choose Theme