ઇસહાકે તેના પિતા ઇબ્રાહિમના સમયમાં જે કૂવાઓ ખોદાવ્યા હતા તે ફરીથી ખોદાવ્યા. કારણ કે ઇબ્રાહિમના મૃત્યુ પછી પલિસ્તીઓએ તે કૂવાઓ માંટીથી પૂરી દીધા હતા. અને ઇસહાકે તે કૂવાઓનાં નામ તેના પિતાએ જે પાડયાં હતાં તે જ રાખ્યાં.
Cross references
ઇબ્રાહિમે કહ્યું, “જયારે તમે આ સાત ઘેટીઓ માંરી પાસેથી લેશો ત્યારે આ કૂવો મેં ખોદાવ્યો છે એનો એ પુરાવો થશે.
એટલા માંટે એ જગ્યાનું નામ બે2-શેબા પાડયું કારણ કે ત્યાં બંને જણે સમ ખાધા હતા.
એલઆલેહ, કિર્યાથાઈમ, નબો, બઆલ-મેઓન અને સિબ્માંહ આ રીતે નબો અને બઆલ-મેઓનને નવા નામ આપ્યા.
જેઓ યહોવાને બદલે બીજા દેવોની પૂજા કરવા દોડે છે તે સર્વ દુ:ખના દરિયામાં ડૂબી જશે. હું તેઓની મૂર્તિ પર ચડાવાતા લોહીના પેયાર્પણમાં જોડાઇશ નહિ. હું તેમના દેવોના નામ કદી પણ ઉચ્ચારીશ નહિ.
હે ઇસ્રાએલ, હું તને તારી મૂર્તિઓ ભૂલાવી દઇશ, તેઓનાં નામ પણ તું ઉચ્ચારશે નહિ.
“અનેે તે દિવસે હું દેશમાંથી મૂર્તિઓનું નામોનિશાન સંપૂર્ણપણે મિટાવી દઇશ. મૂર્તિઓને કોઇ યાદ નહિ કરે. પ્રત્યેક જૂઠા પ્રબોધક અને અશુદ્ધ આત્માને દૂર કરવામાં આવશે.